: માગશર : ૨૪૯૩ આત્મધર્મ : ૨૧ :
[વાંચકોના વિચારને રજુ કરતો સૌનો પ્રિય વિભાગ]
પ્ર:– કોઈ પ્રકારના શુભરાગથી ધર્મની શરૂઆત થતી નથી, ને વર્તમાનમાં તો
શુભભાવ સિવાય બીજો ભાવ નથી, –તો ક્યા ભાવથી ધર્મની શરૂઆત થાય? (નં. ૧૩૮૬)
ઉ:– શુભરાગથી પાર એવો જ્ઞાનભાવ પ્રગટ કરવાથી ધર્મની શરૂઆત થાય છે.
પહેલાં ભલે તે ભાવ પ્રગટ ન હોય, પણ સત્સમાગમે સાચા પ્રયત્નવડે તે ભાવ પ્રગટી શકે છે.
પ્ર:– સમજણ ઓછી હોય, તો સૌથી પહેલાં કયું પુસ્તક વાંચવું?
ઉ:– ભાઈ, આપણા સમાજમાં અત્યારે પ્રાથમિક સાહિત્યની જોકે ખેંચ છે; છતાં
જૈન બાળપોથી, સિદ્ધાંત પ્રવેશિકા, છહઢાળા, દ્રવ્યસંગ્રહ, મોક્ષમાર્ગપ્રકાશક, મુક્તિનો
માર્ગ, મોક્ષમાર્ગ પ્રકાશનનાં કિરણો, રત્નસંગ્રહ તેમજ ગુરુદેવના પ્રવચનોનું વાંચન
પ્રાથમિક જિજ્ઞાસુને ઉપયોગી થાય તેવું છે. ને સાક્ષાત્ સત્સંગમાં રહીને અભ્યાસ
કરવાથી તત્ત્વ સમજવું સુગમ પડે છે.
પ્ર:– આત્માના વિચાર કરવાથી આત્મા પ્રાપ્ત થાય છે? (NO. 346-347)
ઉ:– આત્માના સાચા વિચાર ત્યારે જ થઈ શકે કે જ્યારે સત્સમાગમે તેનું સાચું
સ્વરૂપ જાણ્યું હોય. સ્વરૂપ જાણીને તેના વિચાર કરતાં તે જરૂર પ્રાપ્ત થાય છે. શ્રીમદ્
રાજચંદ્રજી કહે છે કે–“કર વિચાર તો પામ.”
પ્ર:– આત્મા શું છે ને ક્યાં છે? (NO. 68)
આત્મા જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે; જે બધી વસ્તુનો જાણનાર છે તે જ આત્મા છે, ને
તે પોતાના જ્ઞાનાદિ ગુણોમાં રહેલો છે. આ દેહમાં રહેલા (પણ દેહના સ્વરૂપથી ભિન્ન)
આપણે સૌ આત્મા છીએ.
પ્ર:– આત્માના વિચાર કરવા તે તો શુભરાગ છે, અને શુભરાગ કરતાં કરતાં
શુદ્ધભાવ કદી થાય નહિ, તોપછી અમારે શું કરવું ? (સભ્ય નં. 470)
ઉ: જ્ઞાની પાસેથી આત્માનું ખરૂં સ્વરૂપ લક્ષગત કર્યા પછી જિજ્ઞાસુ જીવ તેના જે
વિચાર કરે છે તે ‘વિચાર’ માં એકલો શુભરાગ જ નથી પરંતુ જ્ઞાનભાવનું ઘોલન પણ
ભેગું જ ચાલે છે; ને તે જ્ઞાનભાવના ઘોલનના બળે