: ૨૨ : આત્મધર્મ : માગશર : ૨૪૯૩
વિકલ્પ તોડીને તે સ્વાનુભવ કરે છે. આ રીતે આત્મસ્વરૂપના સાચા વિચારમાં એકલો
રાગ નથી પણ જ્ઞાનનું કાર્ય પણ ભેગું છે–એ વાત જિજ્ઞાસુઓએ ખાસ લક્ષમાં લેવા
જેવી છે. તેથી જ શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે ‘કર વિચાર તો પામ!’
‘જન્મદિવસનું કાર્ડ અને ગુરુદેવનો ફોટો જોતાં જાણે જન્મ–મરણ ટાળવાનો
વખત આવી ગયો હોય એમ લાગે છે. મારી બા દરરોજ મને સમજાવે છે કે આત્માની
સમજણ કરીએ તો ભવનો નાશ થઈ જાય.’ (પંકજ જૈન) ભાઈ! ભારતની બધી
માતાઓ પોતાના સન્તાનોને આત્મબોધ સહિત ધર્મસંસ્કાર આપે ને જૈનધર્મના
મહાપુરુષોની જીવનકથા સંભળાવીને તેના જીવનમાં ઉત્તમ આદર્શ પૂરા પાડે–એમ ઈચ્છીએ.
પ્ર:– ધાર્મિક વાંચન કરતા હોઈએ તે વખતે તો સંસાર દુઃખમય લાગે છે, પણ
સંસારપ્રવૃત્તિ વખતે પાછું તે કેમ ભૂલાઈ જાય છે? (સ. નં. ૯)
ઉ:– વાંચન વખતે સંસાર દુઃખમય લાગે છે તે તો શાસ્ત્રમાં કહ્યું છે તેથી દુઃખમય
લાગે છે એટલે શાસ્ત્ર તરફના વલણથી જાગેલી એ વૃત્તિ ટકતી નથી, ને સંસારપ્રવૃત્તિ
વખતે તે ભૂલાઈ જાય છે. પણ પરમશાંતિનું ધામ એવો આત્મા તેની સન્મુખ થઈને જો
સંસાર દુઃખમય લાગે, તો આત્મામાંથી જાગેલી તે વૃત્તિ કોઈ પ્રસંગમાં છૂટે નહિ, ને
તેની પરિણતિ દુઃખથી પાછી વળીને આત્મા તરફ વળ્યા વગર રહે નહિ. જ્ઞાનીઓને
ભેદજ્ઞાનના બળે પોતાની પરિણતિમાં જ રાગ વગરની શાંતિનું પરિણમન થઈ ગયું છે,
તે શાંતિ સંસારના કોઈ પ્રસંગમાં તેમને છૂટતી નથી. પર તરફ જોઈને સંસાર દુઃખમય
લાગ્યો તે ખરેખર દુઃખમય લાગ્યો જ નથી, ખરેખર જો પરભાવરૂપ સંસાર દુઃખમય
લાગે તો જીવ તેનાથી પાછો કેમ ન વળે? ને સુખના સમુદ્રમાં તે કેમ ન આવે?
“ભરવાડમાંથી ભગવાન”–તે વાંચીને તમનેય એવા થવાનું મન થયું;–તો સાચા
આત્મપ્રયત્નવડે આપણે પણ જરૂર તેવા થઈ શકીએ. મહાપુરુષોના જીવનનાં દ્રષ્ટાંત
શાસ્ત્રોમાં એટલા માટે જ આપ્યાં છે કે આપણને ય તેમના જેવા થવાની પ્રેરણા જાગે.
પ્ર:– મોક્ષ જવું સારૂં કે સ્વર્ગ જવું સારૂં? (NO. 1588)
ઉ:– સ્વર્ગ એ શુભ–રાગનું ફળ છે, ને મોક્ષએ વીતરાગતાનું ફળ છે. હવે તમે જ
કહો જોઈએ–તમને બેમાંથી કયું ગમે?
પ્ર:– સંસાર તો સુખ–દુઃખથી ભરેલો છે; તેમાં કયા સ્થળે જઈએ તો જીવને
શાન્તિ થાય ને ધર્મમાં આગળ વધાય?
ઉ:– આત્મસ્વભાવરૂપ જે સ્વતંત્ર સ્વદેશ તેમાં આવતાં શાંતિ થાય ને ધર્મમાં આગળ