: માગશર : ૨૪૯૩ આત્મધર્મ : ૨૩ :
વધાય; બાકી સંસાર તો પરભાવ છે, પરતંત્ર છે; એ પરભાવરૂપી પરદેશમાં તો સુખ
ક્યાંથી હોય? તેથી તો–
મને લાગે સંસાર અસાર...
એ રે સંસારમાં નહીં જાઉં...
નહી જાઉં...નહીં જાઉં રે...
સભ્ય નં. 43 લખે છે–“બાલવિભાગના બાળ–ફૂલડાંની સંખ્યા વધતી જોઈ ઘણો
આનંદ થાય છે. આપણા બાલ–પરિવારના બધા સભ્યો આત્મકલ્યાણ કરી, જિનવરના
સંતાન બની, આપણા પૂર્વજો (–સિદ્ધભગવંતો) જેવા થાય એવી ભાવના કરું છું.” (–
આપની લાગણી અને શુભેચ્છા માટે આભાર!)
મોરબીથી સભ્ય નં. ૧૩૦૭ પૂછે છે–આખા ભારતદેશમાં જૈનધર્મના અંદાજે
કેટલા જિનમંદિરો છે? અને તેમાં પણ પાંચે બાલબ્રહ્મચારી ભગવંતો બિરાજતા હોય
એવું જિનમંદિર ક્યાં ક્યાં છે?
ઉ:– ભાઈશ્રી! તમારો પ્રશ્ન વાંચીને એમ થયું કે ભારતના સાત લાખ ગામમાં
જઈને જેટલા જિનમંદિરો છે તેનાં દર્શન કરી આવું ને તે દરેકમાં ક્યા ક્યા ભગવાન
બિરાજે છે તે નક્કી કરતો આવું. પછી જવાબ લખું! –પણ એમ કરતાં તો રોજના સો–
સો ગામમાં ફરું તોય વીસ વર્ષ લાગી જાય! એટલે નકશા ઉપરથી તેમ જ ગુરુદેવ સાથે
ભારતના મોટા ભાગની યાત્રા કરી છે તે ઉપરથી અનુમાન કરી લખું છું કે ભારતમાં
એક લાખ જેટલા જિનમંદિરો હશે. જૈનોની કુલ વસ્તી એક કરોડ જેટલી હશે. પાંચ
બાલબ્રહ્મચારી ભગવંતો એક તો આપણા (તમારા ને મારા) ગામમાં જ બિરાજે છે.
બીજા આરા (બિહાર) ના મંદિરમાં પણ પાંચ બાલબ્રહ્મચારી ભગવંતોની પ્રતિમા
બિરાજે છે. તે સિવાય જયપુર, સમ્મેદશિખરજી, મુડબિદ્રિ, કારકલ, શ્રવણબેલગોલા,
વગેરે કેટલાય ઠેકાણે જિનમંદિરોમાં પાંચ બાલ બ્રહ્મચારી તીર્થંકરોની પ્રતિમા છે–કેમકે
‘ચોવીસી’ માં તો તે પાંચ પણ આવી જાય ને! બીજે પણ કેટલેય ઠેકાણે બિરાજમાન
હશે; તે સર્વને નમસ્કાર હો. –“ જ્યાં જ્યાં પ્રતિમા જિનતણી ત્યાં ત્યાં કરું પ્રણામ.”
પ્ર:– ‘વીતરાગી’ ને ‘હિતોપદેશી’ તેમાં શું તફાવત? (નં. ૧૪૦૨)
ઉ:– સર્વજ્ઞ અર્હંતદેવ વીતરાગી ને હિતોપદેશી છે; તેમાં વીતરાગતા તો આત્માનો
પોતાનો (આત્મભૂત) ભાવ છે; ને હિતોપદેશરૂપ વચન તે આત્માથી ભિન્ન
(અનાત્મભૂત) છે.
પ્ર:– અનેકાન્તસ્વરૂપની શ્રદ્ધા કેવી રીતે થાય છે?
ઉ:– જ્ઞાનસ્વરૂપ આત્માના અનુભવવડે અનેકાન્તસ્વરૂપની શ્રદ્ધા થાય છે.