કરીને જ્ઞાનધ્યાનમાં લીન રહેવા લાગ્યા. અહીં ભરતક્ષેત્રમાં સર્વજ્ઞ ભગવાનના
વિરહમાં વિદેહક્ષેત્રના સીમંધર ભગવાનનું ચિંતન કર્યું...ને તેમના સાક્ષાત્ દર્શન
માટે આકાશમાર્ગે વિદેહક્ષેત્ર તરફ જઈ રહ્યા છે. –આટલી વાત અગાઉ આવી
ગઈ છે.
સાધકમુનિરાજ કેવળજ્ઞાનને સાક્ષાત્ નીહાળવા જાય છે...ભરતક્ષેત્રના તીર્થપતિ
વિદેહક્ષેત્રના તીર્થંકરની વાણી સાંભળવા જાય છે. દક્ષિણદેશમાંથી પૂર્વવિદેહ તરફ જતાં
જતાં વચ્ચે સમ્મેદશિખર–તીર્થ પણ રસ્તામાં આવ્યું હશે...તેને વંદન કરતાં કરતાં
ઋદ્ધિબળે પર્વત ઓળંગીને આગળ ચાલ્યા હશે ને થોડી વારમાં શાશ્વત તીર્થ મેરુને
દેખીને ભક્તિભાવથી વંદન કર્યા હશે...રત્નમય શાશ્વત જિનબિંબોની વીતરાગતા દેખી
દેખીને વીતરાગભાવની ઉર્મિઓ એમને જાગી હશે...ને થોડી જ વારમાં વિદેહભૂમિમાં
પ્રવેશ કર્યો. અહા, વિદેહક્ષેત્રમાં સમવસરણ વચ્ચે સીમંધર–પરમાત્માને નજરે નીહાળતાં
એમના આત્મામાં કોઈ અચિંત્ય વિશુદ્ધિઓ પ્રગટી...એ જ્ઞાયકબિંબને દેખીને એક વાર
તો તત્ક્ષણ પોતે પણ જ્ઞાયકબિંબમાં ઠરી ગયા. પરમ વિનયથી હાથ જોડીને પ્રભુને કોઈ
અપૂર્વભાવે નમસ્કાર કર્યા, દિવ્યધ્વનિનું શ્રવણ કર્યું. અહા! એ શંભુસ્વામી વગેરે
ગણધરભગવંતો ને એ ચૈતન્યલીન મુનિવરોની સભા! ...એ ઈન્દ્ર અને પદ્મચક્રવર્તીદ્વારા
પ્રભુચરણની સેવા...ને ધર્મનો અદ્ભુત વૈભવ! ધર્મની આરાધનાના કેવા આનંદકારી
દ્રશ્યો! વિદેહનાં એ દ્રશ્યો દેખીને એમનો આત્મા તૃપ્ત થયો (દિવ્યધ્વનિમાંથી હૃદય
ભરીભરીને શુદ્ધાત્માનું અમૃત પીધું–