Atmadharma magazine - Ank 278
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 37

background image
: માગશર : ૨૪૯૩ આત્મધર્મ : ૨પ :
પ્રત્યક્ષ જિનવરદર્શને બહુ હર્ષ એલાચાર્યને;
કાર સૂણતાં નિજતણો અમૃત મળ્‌યું મુનિહૃદયને.









ભરતના મુનિએ વિદેહક્ષેત્રના ભગવાનને નીહાળ્‌યા. તેઓ વિદેહક્ષેત્રમાં આઠ
દિવસ રહ્યા..આઠ દિવસ સુધી સીમંધર ભગવાનના ચરણોમાં દિવ્યધ્વનિરૂપી અમૃત
પીધું...ખૂબ ખૂબ પીધું. ત્યાંનાં મુનિઓ સાથે તેઓએ કેવી ચર્ચા કરી હશે!! ગણધરો ને
શ્રુતકેવળી ભગવંતોના ચરણની કેવા ભાવથી ઉપાસના કરી હશે! અહો! ભરતના અને
વિદેહના મુનિવરોના મધુરમિલનનાં એ દ્રશ્યો કેવા હશે!! –એ પ્રસંગ જોનારા જીવો પણ
કેવા ભાગ્યશાળી! ભરતક્ષેત્રના આ પ્રતિનિધિને દેખીને વિદેહનાં માનવીઓ પણ
આનંદિત થયા ને ઘણી ભક્તિથી એમનું બહુમાન કર્યું. આપણા કહાનગુરુ વગેરેના
આત્માઓ પણ તે વખતે ત્યાં (રાજકુમાર અને તેમના મિત્રો) હતા; ને તેઓએ પણ
પરમ ભક્તિથી કુંદકુંદ મુનિરાજનું બહુમાન કર્યું હતું.
વિદેહના મોટા માનવીઓ પાસે ભરતના માનવી તો સાવ નાના લાગે; એટલે
વિદેહના માનવીઓ તેમને ‘નાનકડા આચાર્ય’ (એટલે કે એલ–આચાર્ય, એલાચાર્ય)
એવા હુલામણા નામે ઓળખતા. વિદેહના મુનિઓ પાસે તેમનું શરીર ભલે નાનું પણ
એમની દશા તો વિદેહના મુનિઓ જેવી જ! જેવા વિદેહના મુનિ તેવા જ આપણા
ભરતના આ મુનિ. વિદેહના મુનિઓએ ભરતના આ મુનિરાજ પ્રત્યે કેવું વાત્સલ્ય
બતાવ્યું હશે!