Atmadharma magazine - Ank 278
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 37

background image
જિનબિંબપ્રતિષ્ઠા અને સમ્મેદશિખરજીની મંગલ તીર્થયાત્રા સંબંધી કાર્યક્રમ
આત્મધર્મનાં ગતાંકમાં જે પ્રવાસ કાર્યક્રમ રજુ થયો હતો તેમાં કેટલોક ફેરફાર
આ કારતક વદ ૧૩ સોનગઢથી પ્રસ્થાન કરી અમદાવાદ, વડોદરા ને મીંયાગામ થઈ
પછી આબુ રસ્તે વચ્ચેના ગામો થઈ, અજમેર, કિસનગઢ, કુચામન, લાડનુ અને
સીકર થઈ જયપુર માહ વદ અગિયારસ (તા. ૬ માર્ચ) ના રોજ પહોંચશે અને ત્યાં ફાગણ
સુદ પાંચમ તા. ૧૬ માર્ચ) સુધી કુલ અગિયાર દિવસ બિરાજશે. (જયપુર વેદીપ્રતિષ્ઠા તથા
પંડિત શ્રી ટોડરમલજી સ્મારકભવનનું ઉદ્ઘાટન ફાગણ સુદ બીજનું છે.)
* જયપુરથી યાત્રિકસંઘ સહિત સમ્મેદશિખરજી યાત્રા માટે ફાગણ સુદ છઠ્ઠ (શુક્રવાર
તા. ૧૭માર્ચ) ના રોજ મંગલપ્રસ્થાન થશે અને સામે પાને દર્શાવેલ કાર્યક્રમ મુજબ ફાગણ
સુદ ૧૩ (તા. ૨૪ શુક્રવાર) ના રોજ સમ્મેદશિખરજી પધારશે અને ફાગણ સુદ ૧૪ તા.
૨પમાર્ચ ના રોજ પાવન સિદ્ધધામ તીર્થની મંગલયાત્રા થશે. શિખરજીધામમાં કુલ ચાર દિવસ
(તા. ૨૭ સુધી) બિરાજશે. ત્યારપછીના કાર્યક્રમ માટે સામે પાને જુઓ.
વિશેષમાં:– આ યાત્રાસંઘ માટે જયપુરથી મોટરબસો કરવાનું નક્કી થયું છે.
બસદ્વારા જયપુરથી સમ્મેદશિખરજી વગેરેની યાત્રા તથા બીજા શહેરો થઈને પાછા
જયપુર આવવાનો પૂરો પ્રોગ્રામ લગભગ ૩પ દિવસનો છે ને ત્રણ હજાર માઈલ જેટલી
મુસાફરી છે. આ માટે જયપુરથી શરૂ કરીને પાછા જયપુર સુધી પહોંચવાની બસનું ભાડું
આખી ટીકીટના રૂા. ૧પ૦ (દોઢસો) તથા ૩ થી ૧૦ વર્ષનાની અડધી ટીકીટના રૂા.
એકસો નક્કી કરવામાં આવ્યા છે. ભોજન વ્યવસ્થા સૌએ પોતપોતાની કરી લેવાની છે.
જેમણે સંઘમાં જોડાવાની ઈચ્છા હોય તેમણે પોતાના સ્થાનિક મુમુક્ષુમંડળમાંથી અથવા
નીચેના સરનામેથી ફોર્મ મંગાવીને ભરી મોકલવા.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)