: પોષ : ૨૪૯૩ આત્મધર્મ : ૭ :
ચૈતન્યરાજા સ્વાનુભવથી શોભે છે
[રાજાઓનો પણ રાજા એવો આ ચૈતન્યમહારાજા, તેની સન્મુખ
થઈને તેની સેવા કરતાં તે પ્રસન્ન થાય છે ને આનંદનો અનુભવ આપે છે.
...ઘણાય ધર્માત્માઓએ અંતરમાં આવા આત્માનો અનુભવ કર્યો છે;
પોતે જાતે અનુભવ કરીને કહે છે કે તમે પણ જો આત્માની લગની
લગાડીને, અને સંસારના કોલાહલનો રસ છોડીને અંતરમાં ઉદ્યમ કરો
તો તમને પણ જરૂર અમારી જેમ આત્માનો અનુભવ થશે.]
આચાર્યદેવ કહે છે કે અરે જીવ! જેમ અનાદિથી તને શરીરનાં કામ હું કરું ને શુભ
રાગથી ધર્મ થાય–એવી બહારની ધૂન લાગી છે, તેમ એકવાર અમે કહીએ છીએ તેવા
ભિન્ન આત્માના અનુભવની તો ધૂન લગાડ. આવા આત્માનો રસિક થઈને તેના
અનુભવનો ઉદ્યમ કર, તો તને જરૂર તેની પ્રાપ્તિ તારા અંતરમાં થશે. આત્માની પ્રાપ્તિ ન
થાય–એ તે કાંઈ શોભે? અરે, એક સારા રાજા પાસે જઈને તેની સેવા કરે તો તે પણ
પ્રસન્ન થઈને ન્યાલ કરે છે, તો જગતના રાજાઓનો પણ રાજા–એવો આ આત્મરાજા–
ચૈતન્યમહારાજા, તેની સન્મુખ થઈને તેની સેવા કરે (તેના શ્રદ્ધા જ્ઞાનનો ઉદ્યમ કરે) અને
તે પ્રસન્ન થઈને સાક્ષાત્ આનંદનો અનુભવ ન આપે–એ તે કાંઈ શોભતું હશે? –ન શોભે.
ચૈતન્ય રાજાની સેવા કરતાં તે સાક્ષાત્ દર્શન આપે જ, તેનો અનુભવ થાય જ, ને
સ્વાનુભવથી આત્મા શોભી ઊઠે–એવો આત્મા છે.
અહા, આત્મા તો સર્વજ્ઞ–સમરસી વસ્તુ છે, વીતરાગમૂર્તિ ને જ્ઞાનમૂર્તિ છે; બીજો
કોલાહલ ને બીજા વિકલ્પો છોડીને આવા આત્માનો પ્રેમ પ્રગટ કરે તો જરૂર સમ્યગ્દર્શન
થાય; વીતરાગતા ને સર્વજ્ઞતા થાય.
• જેનામાં જ્ઞાન ભર્યું છે તેનું જ્ઞાન કર!
• જેનામાં વીતરાગતા ભરી છે તેને વીતરાગભાવવડે સાધ. રાગ વડે તે નહિ સધાય,
રાગ વડે તે નહિ જણાય.
અહો, ચૈતન્યની પ્રાપ્તિનો પ્રયત્ન કરે ને તેની પ્રાપ્તિ ન થાય–તે શોભે નહિ. સાચો
પુરુષાર્થ કરે ને તેનું કાર્ય ન પ્રગટે તો તો જગતમાં કારણ–કાર્યનો મેળ તૂટી જાય, –એ