: ૬ : આત્મધર્મ : પોષ : ૨૪૯૩
આ શરીર સાથે એકક્ષેત્રે રહેવારૂપ નીકટ સંબંધ હોવા છતાં આત્માથી તે તદ્ન
ભિન્ન છે. દેહનું કાર્ય દેહ કરે ને આત્માનું કાર્ય આત્મા કરે–એમ જ્ઞાની બંનેના કાર્યોને
ભિન્ન ભિન્ન દેખે છે; અજ્ઞાની તો ‘હું બોલ્યો, હું ચાલ્યો’–એમ આત્મા અને શરીર
બંનેના કાર્યોને એકપણે જ દેખે છે. ધર્માત્મા જાણે છે કે શરીર અને સંયોગો તે બધા
મારાથી જુદા છે, તે બધા અહીં પડ્યા રહેશે, મારી સાથે એક પગલું પણ નહિ આવે;
મારા શ્રદ્ધા–જ્ઞાન–આનંદ જ મારી સાથે સદા રહેનારા છે. –આવા ભાનપૂર્વક ધર્મી શ્રદ્ધા–
જ્ઞાનને સાથે લઈ જાય છે એટલે કે સમાધિ– મરણ કરે છે. શરીરના ત્યાગ–ગ્રહણને તે
વસ્ત્રના ત્યાગ–ગ્રહણની માફક જાણે છે. ઝૂંપડીના નાશથી માણસ મરી જતો નથી તેમ
આ શરીરરૂપી ઝૂંપડીના નાશથી કાંઈ આત્માનો નાશ થતો નથી. –આવું ભેદજ્ઞાન કરીને
જ્ઞાનસ્વરૂપ આત્માની ભાવના જેણે ભાવી છે એવા ધર્માત્માને મરણ પ્રસંગે પણ
સમાધિ જ રહે છે.
પ્રભો! એકવાર દ્રષ્ટિની ગુલાંટ મારીને આમ અંતરમાં ચૈતન્યસ્વભાવ ઉપર
નજર માંડ. આ દેહ અને સંયોગો એ કોઈ તને શરણું નહિ આપે, માટે તેની દ્રષ્ટિ છોડ,
ને શરણભૂત એવા ચૈતન્યને જ દ્રષ્ટિમાં લે...તો તને ગમે તે ક્ષણે ચૈતન્યના શરણે
સમાધિ જ રહેશે. ।। ૭૭।।
હવે આ ૭૮ મી ગાથા સરસ છે; તેમાં કહે છે કે જે જીવ વ્યવહારનો–રાગાદિનો
આદર કરતો નથી તે જ આત્મબોધને પામે છે, અને જે જીવ વ્યવહારનો આદર કરે છે
તે જીવ આત્મબોધ પામતો નથી.
[સૂચના: શરતચૂકથી આ લેખમાળાના બે લેખો આ એક જ અંકમાં છપાઈ
ગયા છે.]
મોક્ષની સ્થિતિ અનંતકાળની હોય છે, પણ બંધની સ્થિતિ અનંતકાળની
હોતી નથી. કોઈ પણ બંધન અસંખ્યાત વર્ષ કરતાં વધારે સ્થિતિનું હોઈ શકે
નહિ...અમુક કાળે છૂટી જ જાય, કેમકે તે આત્મસ્વરૂપ નથી.
* * *
દેહરહિત એવા સિદ્ધપદની સ્થિતિ અનંતકાળની છે, પણ કોઈ દેહની સ્થિતિ
અનંતકાળની હોતી નથી, મર્યાદિતકાળે તે છૂટી જાય છે; ––કેમકે દેહ તે જીવ નથી.
* * *