ધર્મીને વિકલ્પ ઊઠે પણ તે તેને છોડીને સ્વરૂપમાં ઠરવા માંગે છે. અને જ્યાં
સ્વરૂપમાં ઠર્યો ત્યાં જગત વિષેની ચિંતાનો અભાવ થવાની પરમ ઉદાસીનતા સહેજે
વર્તે છે. તેને જગતસંબંધી રાગ–દ્વેષ નથી તેથી, જગત કાષ્ઠપાષાણવત્ ભાસે છે એમ
ઠરતાં સમસ્ત વિકલ્પો છૂટીને જીવ મુક્તિ પામે છે.–આવો આત્માના ભેદજ્ઞાનના
અભ્યાસનો મહિમા છે.
કરવાનો ઉપાય છે. સ્વભાવ અને વિભાવની
મર્યાદાને વારંવાર વિચારવી; તેની ભિન્નતા
જાણીને સ્વભાવમાં એકતાનો ને વિભાવથી
ભિન્નતાનો પ્રયત્ન કરવો. ચૈતન્યની મહત્તા ને
વિભાવની તૂચ્છતા સમજવી. જેની મહત્તા સમજે
તેમાં એકાગ્રતા થયા વિના રહે નહિ, ને જેને તૂચ્છ
સમજે તેનાથી ભિન્નતા કર્યા વિના રહે નહિ.
પહેલાં આ વાત લક્ષમાં લઈને તેનો વિશેષ–
વિશેષ પ્રયત્ન કરવો જોઈએ.