Atmadharma magazine - Ank 280
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 47

background image
: ૬ : આત્મધર્મ : માહ : ૨૪૯૩
તેમજ વિકલ્પ આવ્યો તે કરવા જેવો છે–એમ પણ નથી, પણ પોતાની એવી ભૂમિકા
હોવાથી જ્ઞાનીને એવો વિકલ્પ આવી જાય છે. પછી ચૈતન્યમાં સ્થિરતાનો વિશેષ
અભ્યાસ કરીને જ્યાં એકાગ્રતા થઈ ત્યાં એવો વિકલ્પ પણ રહેતો નથી, ત્યાં જગત
સંબંધી ચિંતા જ નથી તેથી જગત અચેત જેવું ભાસે છે એમ કહ્યું છે. જગતના બાહ્ય
પદાર્થોમાં મારા ચેતનનો અભાવ છે, એમ જાણીને અંતરમાં એકાગ્ર થતાં જ્ઞાની પોતાના
ચૈતન્યસ્વરૂપ આત્માને જ દેખે છે, તેથી જગતને તે અચેતન જેવું દેખે છે–એમ કહ્યું છે.
જુઓ, કૈલાસપર્વત ઉપર ભરતચક્રવર્તીએ ત્રણ ચોવીસીના રત્નમય
જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી છે. તે કૈલાસપર્વત ઉપર વાલીમુનિ એકવાર ધ્યાનમાં બેઠા
હતા; ત્યાં રાવણરાજા ત્યાંથી નીકળ્‌યો...જ્યાં વાલીમુનિ ઉપર વિમાન આવ્યું ત્યાં
વિમાન થંભી ગયું. રાવણે નીચે ઊતરીને જોયું ત્યાં વાલીમુનિને દીઠા, તેમને જોતાં જ
રાવણને પૂર્વનું વેર જાગૃત થયું ને ક્રોધ આવ્યો; તેથી વાલીમુનિનો નાશ કરવા માટે
વિદ્યાના બળે કૈલાસ નીચે જઈને આખો કૈલાસપર્વત ડગાવવા માંડયો. તે વખતે
ધ્યાનમાંથી ખસીને મુનિને એવી વૃત્તિ ઊઠી કે અરે! ક્રોધનો માર્યો આ રાવણ આખા
પર્વતને હલાવે છે ને અહીંના રત્નમય જિનબિંબોની અસાતના કરે છે! –માટે
જિનબિંબોની રક્ષા કરું! એવી વૃત્તિ થતી તે મહાઋદ્ધિધારક મુનિએ પગનો અંગુઠો
જરાક પર્વત ઉપર દબાવ્યો...ત્યાં તો ત્રણખંડનો રાજા રાવણ પર્વત નીચે ભીંસાણો ને
રૂદન કરવા લાગ્યો.....પછી તો રાવણ રાજાએ પણ માફી માગી, અને જિનબિંબની
વિરાધના થઈ તેથી ઘણો પશ્ચાત્તાપ કરીને તે જિનબિંબ પાસે એક મહિના સુધી એવી
તો અદ્ભુત ભક્તિ કરી કે ધરણેન્દ્રનું આસન ચલાયમાન થઈ ગયું. આ બાજુ વાલી
મુનિરાજે પણ પ્રાયશ્ચિત લીધું છે. જુઓ, મુનિદશામાં આવો વિકલ્પ આવ્યો માટે તે
કરવા જેવો છે–એમ નથી. જો વિકલ્પને કરવા જેવો માને તો તો તે મિથ્યાદ્રષ્ટિ છે.
જ્ઞાનીને પોતાની અસ્થિર ભૂમિકામાં વિકલ્પ આવી જાય છે પણ તે વિકલ્પનેય
ચૈતન્યથી ભિન્ન જાણીને, આત્મામાં સ્થિર થવા માંગે છે. દ્રઢ અભ્યાસ વડે જ્યાં
આત્મામાં સ્થિરતા થાય ત્યાં વિકલ્પ ઊઠતો નથી, કોઈ નિંદા કરે ત્યાં ‘અરે, આ
જૈનશાસનની વિરાધના કરે છે’ એવો ખેદનો વિકલ્પ થતો નથી.–આવી વીતરાગદશા
ભેદજ્ઞાનના દ્રઢ અભ્યાસથી થાય છે. વિકલ્પની ભૂમિકામાં હોવા છતાં જો વિવેક ન કરે
તો તે તો મૂઢ છે. પોતે વિકલ્પભૂમિકામાં હોય અને દેવ–ગુરુ–ધર્મ ઉપર કાંઈ ઉપસર્ગ
આવે તો ત્યાં ધર્મીને તે ઉપસર્ગ દૂર કરવાનો ભાવ આવ્યા વિના રહેતો નથી. પોતાને
રાગ થતો હોવા છતાં જે વિવેક નથી કરતો તે તો મૂઢ છે. અહીં તો સ્વરૂપના
અનુભવમાં એવી