જીવો મોહથી મૂર્છાઈ ગયેલા ગાંડા છે, મોહરૂપી ભૂત તેમને વળગ્યું છે.
જગત પ્રત્યે લક્ષ જતું નથી, સહજ ઉદાસીન પરિણતિ વર્તે છે. ચૈતન્યતત્ત્વથી બહાર બધું
મારાથી ભિન્ન છે –એમ તો પહેલેથી જાણ્યું જ છે, ને પછી તેમાં સ્થિરતાનો અભ્યાસ
કરતાં તેને જગત સંબંધી ચિંતા છૂટી જાય છે; સ્વરૂપમાં જોડાણ થયું છે ત્યાં જગત
ચેષ્ટારહિત કાષ્ઠ–પાષાણ જેવું લાગે છે, એટલે કે પરસંબંધી ચિંતા તેને થતી નથી.
ઘેરાઈ ગયેલા છે, તેમની ચેષ્ટાઓ ઉન્મત્ત જેવી છે. જો કે જગત આખું જ્ઞેયપણે જ છે, તે
કાંઈ મને રાગદ્વેષનું કારણ નથી એવું જ્ઞાનીને ભાન હોવા છતાં રાગની ભૂમિકામાં એવો
વિકલ્પ આવી જાય છે કે અરેરે! ચૈતન્યનિધાનને ભૂલીને આ જગત બહાવરાની જેમ
બહારમાં ફાંફાં મારી રહ્યું છે, તેમની ચેષ્ટાઓ ઉન્મત્ત જેવી છે. –પણ પછી જ્ઞાનીને જ્યાં
વિશેષ લીનતા થાય છે ત્યાં પરના અવલંબન વગર સહેજે ઉદાસીનતા વર્તે છે; ત્યાં પર
સંબંધી ચિંતા જ જાગતી નથી. પોતે અંતરમાં સ્થિર થઈને ચૈતન્યપ્રતિમા થઈ ગયો છે
ત્યાં જગત નિઃચેષ્ટ ભાસે છે, આખું જગત જ્ઞેયપણે જ ભાસે છે. ‘પરજીવો અજ્ઞાનથી
ઉન્મત્ત વર્તે છે–તેમાં મારે શું?’– એવો ઉદાસીનતાનો વિકલ્પ પણ ત્યાં નથી રહેતો, ત્યાં
તો સ્વરૂપમાં જોડાણ વર્તે છે તેથી પરપ્રત્યે પરમ ઉદાસીનતા સહેજે વર્તે છે.
એવી સમાધિ જામે છે કે જગત સંબંધી ચિંતા થતી નથી, ‘અરેરે! આવું પરમ
ચૈતન્યસ્વરૂપ, તેને જગત કેમ નથી સમજતું’ એવો ખેદભાવ પણ ત્યાં થતો નથી. આ
રીતે અંતરાત્માની બે ભૂમિકા સિદ્ધ કરી છે–એક તો વિકલ્પભૂમિકા, અને બીજી સ્વરૂપમાં
સ્થિરતારૂપ ભૂમિકા; વિકલ્પભૂમિકામાં જગત પ્રત્યે કરુણા અને ખેદ આવી જાય છે કે
અરે! આ જગતના પ્રાણીઓ બિચારા આત્મસ્વરૂપને ભૂલીને ઉન્મત્તની જેમ ભવભ્રમણ
કરી રહ્યા છે...જડની ક્રિયામાં ને રાગમાં ધર્મ માનીને તેઓ મોહથી ગાંડા થઈ ગયા
છે...ચૈતન્યસ્વભાવનો વિવેક તેઓ ચૂકી ગયા છે. પ્રથમદશામાં અંતરાત્માને આવો
વિકલ્પ આવે તેથી કાંઈ તે અજ્ઞાની નથી,