Atmadharma magazine - Ank 280
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 47

background image
: માહ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૩ :
વિવાહ અને ભરત વગેરે ૧૦૧ પુત્રો
ભગવાન ઋષભદેવ યુવાન થયા, તેમનું રૂપ અતિશય શોભી ઊઠયું; તેમનું લોહી
દૂધ જેવું સફેદ હતું; તેમના શરીરમાં મેલ કે પરસેવો ન હતો; વિષ કે શસ્ત્રથી તે અભેદ્ય
હતું. પરમઔદારિક હતું ને મોક્ષનું કારણ હતું. ભગવાનના શરીર પર સ્વસ્તિક, કમળ,
સમુદ્ર, હાથી, સિંહ, સૂર્ય, ચંદ્ર, રત્નદીપ, વૃષભ, જંબુદ્વીપ, આઠ પ્રતિહાર્ય, આઠ
મંગલદ્રવ્ય વગેરે ૧૦૦૮ સુલક્ષણો શોભતા હતા. રાગ–દ્વેષરહિત ભગવાનના ચિત્તમાં
અચળ લક્ષ્મી પ્રત્યે બહુ થોડો જ પ્રેમ હતો.
ભગવાનની યુવાવસ્થા દેખીને નાભિરાજા એક દિવસ વિચારવા લાગ્યા કે–આ
ઋષભદેવના ચિત્તને હરણ કરે એવી સુંદર સ્ત્રી ક્્યાંથી હોય? અને કદાચિત એવી સુંદર
સ્ત્રી મળે તોપણ તેમને વિષયરાગ અત્યન્ત મંદ હોવાથી તેમના વિવાહ કરવાનું ઘણું
મુશ્કેલ છે. વળી બીજી વાત એ છે કે, ધર્મ–તીર્થની પ્રવૃત્તિ કરવા માટે તેમનો મહાન
ઉદ્યમ છે એટલે તેઓ જરૂર સંસારબંધન તોડીને મસ્ત હાથીની જેમ વનમાં જશે ને દીક્ષા
ધારણ કરશે. તોપણ, તેમનો દીક્ષાકાળ આવ્યા પહેલાં તેમને માટે યોગ્ય સ્ત્રીનો વિચાર
કરવો જોઈએ.
આમ વિચારી, ભગવાન પાસે જઈને નાભિરાજા કહેવા લાગ્યા–હે દેવ! આપ તો
જગતના અધિપતિ અને સ્વયંભૂ છો; આપની ઉત્પત્તિમાં અમે માતા–પિતા છીએ એ તો
કેવળ લોકવ્યવહાર છે. મારી અભ્યર્થના છે કે આપ સંસારસૃષ્ટિમાં પણ આપનું ચિત્ત
લગાવો, ને કોઈ શ્રેષ્ઠ કન્યા સાથે વિવાહ માટે સંમતિ આપો. જો આપ મને કોઈ પણ
પ્રકારે ગુરુ (મોટા) માનતા હો તો મારા આ વચનનું ઉલ્લંઘન કરવું ન જોઈએ.
–આમ કહીને નાભિરાજા ચૂપ રહ્યા, ત્યારે ભગવાને સહેજ હસતાં હસતાં ‘ओम
કહીને તે વાતનો સ્વીકાર કર્યો. નાભિરાજાએ અત્યંત હર્ષપૂર્વક, ઈન્દ્રની સલાહ લઈને,
કચ્છ અને મહાકચ્છ રાજાની બે બહેનો યશસ્વતી અને સુનન્દા સાથે ઋષભકુમારના
વિવાહનો ઉત્સવ કર્યો. દેવોએ પણ પ્રસન્નતાથી તે ઉત્સવમાં ભાગ લીધો. પુત્રવધુઓને
દેખીને નાભિરાજા અને મરુદેવી એકદમ પ્રસન્ન થયા. ભગવાન ઋષભકુમારમાં કામદેવ
જો કે અતિશય ભગ્ન થઈ ગયો હતો છતાં ગુપ્તરૂપે તે પોતાનો સંચાર કરતો હતો. બંને
રાણીઓ સાથે ભોગોપભોગમાં ઘણો કાળ વીત્યો.
એક રાત્રે યશસ્વતી મહાદેવીએ સ્વપ્નમાં કોળિયો થઈ ગયેલી પૃથ્વી, મેરૂપર્વત,