Atmadharma magazine - Ank 280
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 47

background image
: ૧૪ : આત્મધર્મ : માહ : ૨૪૯૩
સૂર્ય, ચંદ્ર, હંસયુક્ત સરોવર તથા તરંગવાળો સમુદ્ર દેખ્યો. ભગવાને અવધિજ્ઞાનરૂપી
દિવ્યચક્ષુવડે તે ઉત્તમ સ્વપ્નોનું ફળ જાણીને કહ્યું–હે દેવી! તને મહા પ્રતાપી ચક્રવર્તી પુત્ર
થશે; અને તરંગવાળો સમુદ્ર એમ સૂચવે છે કે તે પુત્ર ચરમશરીરી થઈને સંસાર સમુદ્રને
પાર કરશે. તથા ઈક્ષ્વાકુવંશને આનંદ દેનારા તારા એકસો પુત્રોમાં તે સૌથી જયેષ્ટ હશે.
પતિના મુખથી સ્વપ્નનું ઉત્તમ ફળ જાણીને દેવીને ઘણો હર્ષ થયો.
પૂર્વે જે અતિગૃદ્ધ–રાજા હતો, પછી સિંહ થઈને સંથારો કરી સ્વર્ગે ગયો, પછી
ઋષભદેવની વજ્રજંઘ–પર્યાય વખતે તેમનો મતિવર નામનો મંત્રી થયો–જે આહારદાન
વખતે સાથે હતો, પછી દેવ થયો, પછી સુબાહુ ગયો, પછી સર્વાર્થસિદ્ધિમાં ગયો, તે જીવ
ત્યાંથી ચ્યુત થઈને યશસ્વતીદેવીની કુંખે ઋષભદેવના પુત્ર તરીકે અવતર્યો;
ભરતચક્રવર્તી જેવા તે વીરપુત્રને ધારણ કરનારી માતા ચકચકતી તલવારરૂપી દર્પણમાં
પોતાના મુખની કાન્તિ જોતી હતી, રત્નોથી ભરેલી ભૂમિસમાન શોભતી હતી. જે સમયે
ભગવાન ઋષભદેવ જન્મ્યા હતા, બરાબર તે જ સમયે (ફાગણ વદ નોમના ઉત્તમ
દિવસે) યશસ્વતીદેવીએ ભરત ચક્રવર્તીને જન્મ આપ્યો. જન્મતાંવેંત તેણે બે હાથવડે
પૃથ્વીને આલિંગન કર્યું હતું તેથી નિમિત્તજ્ઞાનીઓએ કહ્યું કે તે સમસ્ત પૃથ્વીનો
અધિપતિ ચક્રવર્તી થશે. આવા પુત્રજન્મથી તેના દાદા તથા દાદીમા પરમ હર્ષ પામ્યા;
પતિપુત્રવતી સ્ત્રીઓ શુભઆશીષ દેવા લાગી કે ‘તું આવા સેંકડો પુત્રની માતા હો.’ એ
વખતે કરોડો દાંડીવડે આનંદના મોટામોટા નગારા મેઘની જેમ ગાજતા હતા, ને અનેક
વાજાં વાગતા હતા. આકાશમાં દેવ–દેવીઓનાં ‘જય હો... જય હો, ચિરંજીવ રહો, એવા
શબ્દો ગૂંજતા હતા. રાજમહેલમાં રત્નની રંગાવલી અને સુવર્ણનાં કળશ શોભતા હતા.
આખી અયોધ્યાનગરીમાં ઉત્સવ થતો હતો. ઋષભદેવે ઘણું દાન લીધું હતું; ને
ભરતક્ષેત્રના અધિપતિ થનાર તે પુત્રને ‘ભરત’ એવા નામથી બોલાવ્યો હતો.
ઈતિહાસકારો કહે છે કે હિમવન્ પર્વતથી માંડીને સમુદ્ર સુધીનું ચક્રવર્તીનું ક્ષેત્ર ને
‘ભરત’ ના નામ ઉપરથી ‘ભારતવર્ષ’ કહેવાયું. વિધિના જાણનાર ભગવાન ઋષભદેવે
પોતે તે પુત્રને આબોટીયું (અર્થાત્ પહેલીવાર અનાજ ખવડાવવું) તથા મુંડન કરવું
વગેરે સંસ્કારો કર્યા હતા. તે ભરતની ચેષ્ટાઓ તેના પિતા ઋષભદેવ જેવી જ હતી. તેની
હથેળી ચક્ર વગેરે શુભ ચિહ્નોથી શોભતી હતી. તેના પગમાં પણ ચક્ર, છત્ર, તલવાર
વગેરે ૧૪ રત્નોનાં ચિહ્ન હતાં, જાણે કે અત્યારથી એ ૧૪ રત્નો તેની સેવા કરતાં હોય!
તે ચરમશરીરી હતો. ચક્રવર્તીના ક્ષેત્રમાં (છ ખંડમાં) રહેનારા