Atmadharma magazine - Ank 281
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 53

background image
: ફાગણ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૧ :
મૂર્છિત આત્માને સજીવન કરનારી શક્તિ
આત્માની જીવત્વ વગેરે શક્તિઓના વિવેચન દ્વારા ગુરુદેવે જ
અદ્ભુત ‘આત્મવૈભવ’ દેખાડ્યો છે, તેનો થોડોક નમૂનો જિજ્ઞાસુઓને
જરૂર ગમશે. (આત્મવૈભવ પુસ્તક ધીમે ધીમે છપાઈ રહ્યું છે.
અહો, આત્માની શક્તિની આ વાત! –તે ઉત્સાહથી સાંભળતાં અનાદિની મૂર્છા
ઊતરી જાય–એવી છે. પુરાણમાં વિશલ્યાની વાત આવે છે, –તે નજીક આવતાં જ
લક્ષ્મણની મૂર્છા દૂર થવા લાગી; તેમ શલ્યરહિત એવી વિ–શલ્યા જ્ઞાનપરિણતિ જ્યાં
પ્રગટી ત્યાં બધા ગુણોમાંથી મિથ્યાપણાની મૂર્છા ઊતરી ગઈ ને બધા ગુણો સ્વશક્તિની
સંભાળ કરતા જાગ્યા. વિશલ્યા પૂર્વભવમાં ચક્રવર્તીની પુત્રી હતી; એકવાર જંગલમાં
અજગર તેને ગળી ગયો; તેનું અડધું શરીર અજગરના મુખમાં ને અડધું બહાર હતું.
અજગરના મોઢામાંથી તેને છોડાવવા ચક્રવર્તીએ ધનુષ્યબાણ તૈયાર કર્યા, પણ
વિશલ્યાના જીવે તેને અટકાવતાં કહ્યું–પિતાજી! હું તો હવે બચવાની નથી, મારા ખાતર
અજગરને ન મારશો. આ પ્રકારના શુભ પરિણામના ફળમાં તે વિશલ્યાને એવી ઋદ્ધિ
હતી કે તેના સ્નાનના જળના છંટકાવથી ગમે તેવું વિષ કે મૂર્છા ઊતરી જાય. આ
વિશલ્યા તે લક્ષ્મણની પત્ની થનાર હતી. જ્યારે રાજા રાવણ સાથેના યુદ્ધમાં રાવણની
શક્તિના પ્રહાર વડે લક્ષ્મણ મૂર્છિત થઈને ઢળી પડ્યા ને ચારેકોર હા–હાકાર થઈ ગયો;
રામચંદ્ર પણ હતાશ થઈ ગયા; હનુમાન વગેરે મોટામોટા વિદ્યાધર રાજકુમારો પણ બેઠા
હતા. જો સવાર સુધીમાં આનો ઉપાય ન મળે તો લક્ષ્મણના જીવવાની આશા ન હતી.
અંતે કોઈએ ઉપાય બતાવ્યો કે જો ‘વિશલ્યાદેવી’ ના સ્નાનનું જળ છાંટવામાં આવે તો
લક્ષ્મણ બચી જાય. પછી તો તરત જ વિશલ્યાને તેડાવી; તે નજીક આવતાંવેંત લક્ષ્મણને
લાગેલી રાવણની શક્તિ ભાગી, ને લક્ષ્મણજી પોતાની શક્તિ સહિત જાગ્યા. તેમ
ચૈતન્યલક્ષણી લક્ષ્મણ એવો આ આત્મા, તે અનાદિથી નિજશક્તિને ભૂલીને
મોહશક્તિથી બેભાન બન્યો છે, પણ જ્યાં શલ્યથી વિરહિત એવી નિઃશલ્ય–નિઃશંક
શ્રદ્ધારૂપી સમ્યક્ત્વશક્તિ જાગી ત્યાં મોહશક્તિઓ ભાગી, ને ચૈતન્યલક્ષી ભગવાન
આત્મા પોતાની અનંત