Atmadharma magazine - Ank 281
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 53

background image
: ૧૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૩
શક્તિઓનાં સમ્યક્ પરિણમનથી જાગી ઊઠ્યો. અજ્ઞાનમાં આત્મશક્તિ મૂર્છાઈ ગઈ
હતી, પણ જ્ઞાનપરિણતિ શલ્યરહિત થઈને જ્યાં જાગી ત્યાં તો મૂર્છા ભાગી ને
અનંતશક્તિના ટંકાર કરતો આત્મા જાગી ઊઠ્યો, ને પોતાની પ્રભુતાના સામર્થ્યથી
વિભાવરૂપી રાવણનો નાશ કર્યો.
હે જીવ! આવી આત્મશક્તિઓ ઓળખાવીને સન્તો તને જગાડે છે. તારું
આત્મદ્રવ્ય કોઈ બીજાના આધારથી ટકેલું નથી, પણ તારી પોતાની જીવત્વશક્તિથી જ
આત્મા સદાય જીવપણે ટકે છે; આ જીવત્વશક્તિ આત્માને કદી અજીવ થવા દેતી નથી,
તેને જીવપણે સદા જીવતો રાખે છે.
જ્ઞાન–દર્શન–સુખ ને સત્તા, તે આત્માના ભાવપ્રાણ કહેવામાં આવ્યા છે.
આત્માના સ્વભાવમાં દ્રવ્ય–ગુણપણે તો તે ત્રિકાળ છે, ને પર્યાયમાં તે સમ્યક્પણે પ્રગટે
તેની આ વાત છે. ત્રિકાળી સ્વભાવમાં છે તેનું લક્ષ કરતાં પર્યાયમાં પણ તેનું સમ્યક્પણે
પરિણમન થઈ જાય છે. ‘જ્ઞાનમાત્રભાવ’ એટલે અનંત શક્તિવાળો આત્મા, તેની
સન્મુખ થઈને તેનું જ્ઞાન કરતાં દ્રવ્ય–ગુણ જેવું જીવન પર્યાયમાં પ્રગટે છે. અનંતકાળથી
પર્યાયમાં જે જીવન ન હતું તે પ્રગટ્યું, ને અનંતકાળથી જે ભાવમરણ થતું હતું તે ટળ્‌યું.
અનંતાગુણો પર્યાયમાં જીવત્વરૂપ થયા, સમ્યક્પણે પ્રગટ્યા.
અહો, અંતરના પડખા ખોલીને ચૈતન્ય પરમાત્માને દેખવાની આ વાત છે. જેને
આત્માની ગરજ હોય ને ભવનો ભય હોય તેને માટેની આ વાત છે. આત્મામાં ભરેલો
સહજ અદ્ભુત ચૈતન્યવૈભવ ખુલ્લો કરીને સંતોએ આ સમયસારમાં દેખાડ્યો છે.
જ્ઞાનની પર્યાયને અંતર્મુખ કરીને એ પરમ અદ્ભુત આત્મવૈભવ વેદાય છે.
જુઓ, આ વીતરાગી સન્તોની વાણી! આ ‘આત્મભાષા’
છે. ભાષા તો જોકે જડ છે પણ આત્માના અનુભવનું નિમિત્ત લઈને
નીકળેલી સન્તોની ભાષા તે ‘આત્મભાષા’ છે. આત્માનું ભાન થતાં
બધા ગુણોમાં નવું જીવન પ્રગટ્યું, અનંતગુણો જીવતા થયા.
પહેલાંય તે હતા તો ખરા પણ દ્રષ્ટિ વગર તેનું ફળ આવતું ન હતું,
હવે તેનું સમ્યક્પરિણમન થતાં ફળ આવ્યું. એટલે નિર્મળ પર્યાય
પ્રગટી તેમાં આત્માનું ખરૂં જીવન છે.