ઋષભદેવ બધા રાજાઓમાં સૌથી શ્રેષ્ઠ રાજા છે એમ સ્વીકારીને નાભિરાજા વગેરે મોટા
મોટા રાજાઓએ એક સાથે અભિષેક કર્યો, તેમજ અયોધ્યાના પ્રજાજનોએ પણ
સરયૂનદીનું જળ ભરીને ભગવાનના ચરણોનો અભિષેક કર્યો. ભરતક્ષેત્રના
વ્યન્તરદેવોના ઈન્દ્રોએ (માગધદેવ વગેરેએ) પણ ‘આ ભગવાન અમારા દેશના સ્વામી
છે’ એમ સમજીને પ્રીતિથી અભિષેક કર્યો; અભિષેક પછી સ્વર્ગલોકથી લાવેલા
વસ્ત્રાભૂષણ પહેરાવ્યા, અને નાભિરાજાએ પોતાના મસ્તક પરનો મહામુગટ ઉતારીને
ભગવાનના મસ્તકે પહેરાવ્યો; ને ઈન્દ્રે ‘આનંદ’ નામના નાટકવડે પોતાનો આનંદ
વ્યક્ત કર્યો.
(એટલે કે નવીન વસ્તુની પ્રાપ્તિ તથા મળેલી વસ્તુનું રક્ષણ–તેની) વ્યવસ્થા કરી; ને
‘હા! મા! તથા ધિક્’ એવા દંડની વ્યવસ્થા કરી. તથા હરિ (હરિવંશ) અકંપન
(નાથવંશ) કાશ્યપ (ઉગ્રવંશ) અને સોમપ્રભ (કુરુવંશ)–એ ચાર ક્ષત્રિયોને
મહામાંડલિક રાજા બનાવ્યા, ને, તેમની નીચે બીજા ચાર હજાર રાજાઓ હતા. ભગવાને
પોતાના પુત્રોને પણ યથાયોગ્ય મહેલ, સવારી વગેરે સંપત્તિ આપી. તે વખતે ભગવાને
લોકોને શેરડીનારસનો (ઈક્ષુ–રસનો) સંગ્રહ કરવાનું કહ્યું તેથી તેઓ ઈક્ષ્વાકુ કહેવાયા.
મોકલતો હતો.–આ સંસારમાં પુણ્યથી શું પ્રાપ્ત નથી થતું? પુણ્ય વગર સુખસામગ્રી
મળતી નથી. દાન, સંયમ, ક્ષમા, સન્તોષ વગેરે શુભ ચેષ્ટાવડે પુણ્યની પ્રાપ્તિ થાય છે.
સંસારમાં તીર્થંકરપદ સુધીના ઉત્તમ પદની પ્રાપ્તિ પુણ્ય વડે જ થાય છે. હે પંડિતજનો!
શ્રેષ્ઠ સુખની પ્રાપ્તિ અર્થે તમે ધર્મનું સેવન કરો. વાસ્તવિક સુખની પ્રાપ્તિ થવી તે ધર્મનું
જ ફળ છે. હે સુબુદ્ધિમાન! તમે સુખ ચાહતા હો તો શ્રેષ્ઠ મુનિઓને ભક્તિથી દાન દો,
તીર્થંકરોને નમસ્કાર કરીને તેમની પૂજા કરો, શીલ–વ્રતોનું પાલન કરો અને પર્વના
દિવસોમાં ઉપવાસાદિ કરો, શાસ્ત્રસ્વાધ્યાય કરો...સાધર્મીની સેવા કરો.