Atmadharma magazine - Ank 281
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 53

background image
: ૧૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૩
આ રીતે, પૂર્વના આરાધકપુણ્યના પ્રતાપે સૂર્ય–ચંદ્ર વગેરે ઉત્તમ દેવ–દેવેન્દ્રો પણ
જેમની આજ્ઞા શિરોધાર્ય કરતા હતા, પણ જેમના ઉપર કોઈની આજ્ઞા ચાલતી ન હતી
એવા ભગવાન ઋષભદેવે અયોધ્યાના રાજસિંહાસન ઉપર આરૂઢ થઈને સમુદ્રપર્યન્ત
સમસ્ત પૃથ્વીનું રાજ્ય કર્યુંર્.
વૈરાગ્ય અને દીક્ષા
અયોધ્યાનગરી...ને ફાગણ વદ નોમ...
ભગવાન ઋષભદેવનો જન્મદિવસ આનંદથી ઉજવાઈ રહ્યો છે. એ ઉત્સવમાં
ભાગ લેવા ઈન્દ્ર પણ અપ્સરાઓને લઈને આવી પહોંચ્યા ને ભગવાનને પ્રસન્ન કરવા
માટે નૃત્ય પ્રારંભ કર્યું. અપ્સરાઓનું અદ્ભુત નૃત્ય ભગવાન નીહાળી રહ્યા હતા.
એ વખતે ઈન્દ્રને વિચાર આવ્યો કે ભગવાન ઋષભદેવ તીર્થંકર થવા અવતર્યા
છે ને ધર્મચક્રનું પ્રવર્તન કરનારા છે. તેમને આ રાજવૈભવમાં ૮૩ લાખ પૂર્વ તો વીતી
ગયા; હવે આ રાજ્ય અને ભોગોમાંથી ભગવાન ક્યા પ્રકારે વિરક્ત થાય! આમ
વિચારીને તે નૃત્યકારોમાં તેણે નીલાંજના નામની એક એવી દેવીને નીયુક્ત કરી કે જેનું
આયુષ્ય થોડી ક્ષણોમાં જ પૂરું થવાનું હતું. તે નીલાંજના દેવી હાવ–ભાવસહિત ફૂદરડી
નૃત્ય કરી રહી હતી, નૃત્ય કરતાં કરતાં જ તેનું આયુષ્ય પૂરું થતાં ક્ષણભરમાં તે અદ્રશ્ય
થઈ ગઈ. વીજળીના ઝબકારાની માફક તે દેવી અદ્રશ્ય થતાં, રંગમાં ભંગ ન થાય તે
માટે તરત જ ઈન્દ્રે એના જેવી જ બીજી દેવીને નૃત્યમાં ગોઠવી દીધી.–પરંતુ દિવ્ય
જ્ઞાનવંત ભગવાન તે જાણી ગયા, ને સંસારની આવી અધ્રુવતા દેખીને તત્ક્ષણ જ ભવ–
તન–ભોગથી અત્યંત વિરક્ત થયા ને વૈરાગ્યની બાર ભાવનાઓ ચિન્તવવા લાગ્યા.
અરે, આ જીવે સંસારમાં ચાર ગતિમાં ભયંકર દુઃખો ભોગવ્યા. આ મનોહર
દેવીનું શરીર પળવારમાં નજર સામે જ નષ્ટ થઈ ગયું. આવું જે માયા–નાટક ઈન્દ્રે કર્યું તે
ખરેખર તો મને પ્રતિબોધ પમાડવા માટે જ તે બુદ્ધિમાને યુક્તિ કરી છે. આ
નીલાંજનાદેવીના દિવ્ય શરીરની જેમ જગતના બધા પદાર્થો ક્ષણભંગુર છે, એનાથી હવે
મારે શું પ્રયોજન છે? એ ભોગોપભોગ તો ભારરૂપ છે. આવા અસાર સંસારને અને
ક્ષણિક રાજભોગને ધિક્કાર હો. આ રાજભોગને ખાતર મારો અવતાર નથી, પરંતુ
આત્માની પૂર્ણતાને સાધીને તીર્થંકર થવા મારો અવતાર છે.