આકાશમાર્ગને પ્રકાશિત કરતા કરતા પોતાના સ્વર્ગમાં ચાલ્યા ગયા. તે જ વખતે
આસન ડોલવાથી ઈન્દ્ર વગેરે દેવોએ ભગવાનના તપકલ્યાણકનો અવસર જાણ્યો ને સૌ
તે ઉત્સવ કરવા અયોધ્યાનગરીમાં આવી પહોંચ્યા. ને ક્ષીરસમુદ્રના જળથી ભગવાનનો
મહાઅભિષેક કર્યો. ભગવાન ઋષભદેવે ભારતવર્ષના સામ્રાજ્ય પર ભરતનો અભિષેક
કર્યો ને બાહુબલીને યુવરાજપદ આપ્યું.
બંને હર્ષવિભોર બન્યા હતા. એકકોર તો ભગવાન કમ્મર કસીને રાજપાટ ત્યાગી
તપસામ્રાજ્ય માટે કટિબદ્ધ થયા હતા ને બીજી તરફ બંને રાજકુમારોને પૃથ્વીનું રાજ્ય
સોંપાતું હતું. એક તરફ તો દેવો ભગવાનના વનગમન માટે પાલખી તૈયાર કરતા હતા,
બીજી તરફ કારીગરો ભરતના અભિષેક માટે મંડપ અને મહેલ બનાવતા હતા; એક
તરફ તો ઈન્દ્રાણી રંગબેરંગી રત્નોના ચોક પૂરતી હતી, બીજી તરફ યશસ્વતી અને
સુનંદાદેવી આનંદપૂર્વક રંગાવલીની રચના કરતી હતી. દિગ્કુમારીદેવીઓ મંગળદ્રવ્યો
લઈને ઊભી હતી..ચારેકોર પડઘમ વગેરે મંગલ વાજાંના ઘમકાર થઈ રહ્યા હતા. આ
રીતે કરોડો દેવો ને કરોડો મનુષ્યો એકસાથે બે ઉત્સવ ઉજવી રહ્યા હતા.
અયોધ્યાનગરીમાં ચારેકોર આનંદ–આનંદ ફેલાઈ ગયો હતો. બે પુત્રોને રાજ્યભાર
સોંપીને, તથા બાકીના ૯૯ પુત્રોને પણ રાજ્યનો અમુક ભાગ આપીને, દીક્ષા માટે
ભગવાન એકદમ નીરાકુળ થઈ ગયા હતા; સંસાર સંબંધી કોઈ ચિન્તા તેમને રહી ન
હતી.
પોતાના હાથનો સહારો આપ્યો હતો. ભગવાન ઋષભદેવ પહેલાં તો પરમ વિશુદ્ધતા પર
આરૂઢ થયા હતા ને પછી પાલખી પર આરૂઢ થયા હતા, તેથી તે સમયે ભગવાન એવા
લાગતા હતા – જાણે કે ગુણસ્થાનોની શ્રેણી ચડવાનો જ અભ્યાસ કરતા હોય.
ભક્તિપૂર્વક ભગવાનની પાલખી લઈને પ્રથમ તો રાજાઓ સાત પગલાં ચાલ્યા, પછી
વિદ્યાધરો આકાશમાર્ગે સાત પગલાં ચાલ્યા, ને ત્યારબાદ દેવો અત્યંત હર્ષપૂર્વક