એ પ્રસંગે દેવોના અધિપતિ ઈન્દ્રે પોતે પણ ભગવાનની પાલખી ખભે લીધી હતી.
ભગવાન પાલખીમાં આરૂઢ થયા તે વખતે ઈન્દ્રના કરોડો દુદુંભી વાજાં વાગતા હતા.
અદ્ભુત વૈભવથી શોભતા ભગવાન ઋષભદેવ આખા જગતને આનંદિત કરતા થકા
અયોધ્યાપુરીની બહાર નીકળ્યા...તે વખતે વૈરાગ્ય ભરેલા તેમના નેત્રોની ચેષ્ટા અત્યંત
પ્રશાંત હતી; અસંગ–વૈરાગ્યદશાને શોભે એવી તેમના અંગ–ઉપાંગની ચેષ્ટા હતી.
અમને દર્શન દેવા પધારજો. પ્રભો, આપ મહા ઉપકારી છો, હવે અમને છોડીને બીજા
કોનો ઉપકાર કરવા આપ જઈ રહ્યા છો?
ભગવાનની એવી જ કોઈ ક્રીડા હોય! અથવા, પહેલાં તેમનો જન્મોત્સવ કરવા માટે
ઈન્દ્રો તેમને મેરુ ઉપર લઈ ગયા હતા ને પાછા આવ્યા હતા,–એવો જ કોઈ પ્રસંગ ફરીને
આપણા મહાભાગ્યથી બનતો હોય!–તો તે કોઈ દુઃખની વાત નથી. અહા, ભગવાનના
પુણ્ય કોઈ મહાન, વચનાતીત છે. આવા આશ્ચર્યકારી દ્રશ્યો અમે કદી જોયા નથી.
ભગવાન જ્યારથી આ પૃથ્વી ઉપર અવતર્યા છે ત્યારથી અવારનવાર દેવોનું આગમન
થયા જ કરે છે.
પ્રવેશ કરી રહ્યા છે. ભગવાનની આ યાત્રા તેમને સુખ દેનારી છે. તેઓ વનમાં રહેશે તો
પણ સુખ તેમને સ્વાધીન છે. ભગવાનનો જય હો...ભગવાન વિજય પામો...ને ફરી
વહેલા પધારીને અમારી રક્ષા કરો. આ રીતે દીક્ષા પ્રસંગના જાણકાર તેમજ અજાણ બધા
લોકો ભગવાનની સ્તુતિ કરતા હતા. તથા મહાત્મા ભરત સોનું હાથી ઘોડા વગેરેનું
મહાન દાન દેતા હતા. યશસ્વતી, સુનંદા વગેરે સ્ત્રીઓ તથા મંત્રીગણ ભગવાનની
પાછળ પાછળ જતા હતા ને તેમની આંખમાંથી આંસુ વહેતા હતા. મહારાજા નાભિરાજ
તથા માતાજી મરુદેવી પણ