: ફાગણ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૩ :
જીવને નથી કંઈ ધ્રુવ; ધ્રુવ ઉપયોગ–આત્મક જીવ છે
માહ સુદ દસમે જીપઅકસ્માતમાં ઈંદોરના બે ભાઈઓના સ્વર્ગવાસની
અરે, આ જીવન તો અનિત્ય છે–ક્ષણભંગુર છે; કઈ ક્ષણે એનો વિયોગ થશે!
–એ ગવાનના જ્ઞાનમાં ભાસ્યું છે, તેને ફેરવવા કોઈ સમર્થ નથી. સૂરજ ઊગે છે
તે અસ્ત થાય છે; તેમ જન્મ તે મરણ સહિત જ છે. જુઓને, આજે જ
ક્ષણભંગુરતાનો બનાવ બની ગયો. અનિત્ય સંસારમાં જીવને કોઈ શરણ નથી,
ઉપયોગસ્વરૂપ એનો પોતાનો ધ્રુવ આત્મા જ એનું શરણ છે. આયુષ્ય પૂરું થાય
ત્યાં ઈન્દ્રનો દેહ પણ ક્ષણમાં છૂટી જાય છે; ૮૪૦૦૦ અંગરક્ષક દેવોની ટૂકડી પણ
એના મરણને રોકી શકતી નથી. શરણ તો જ્ઞાન છે, તે જ્ઞાનમાં મરણ નથી,
જ્ઞાનમાં અકસ્માત નથી. આવા જ્ઞાનસ્વરૂપ આત્માને ઓળખ ભાઈ! તારું તો
જ્ઞાન છે. શરીર તારું નથી. રાગ પણ તારું સ્થાયી ટકતું સ્વરૂપ નથી, તેને ટકાવી
રાખવા માંગે–તે ટકી શકે નહિ. જ્ઞાનના સ્વાનુભવ વડે જ્ઞાની પર દ્રવ્યના હર્ષ–
શોકને છોડે છે, જગતના પદાર્થોના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ કેવળજ્ઞાનમાં જણાય
છે, કેવળજ્ઞાનની આણને કોઈ લોપી શકતું નથી, –આવી જગતની રાજનીતિ છે.
પાણીમાં ઊઠેલો પરપોટો શું કાયમ રહેશે? નહીં. –તેમ આ વિકાર અને શરીરાદિ
સંયોગ તે તો પરપોટા જેવા છે, તે ક્ષણિક છે, તેમાં જીવનું સાચું જીવન નથી.
પારસ–ભગવાનને આજે કેવળજ્ઞાન થયું, તે જ આત્માનું ખરૂં જીવન છે. શાંત–
વીતરાગ સ્વરૂપ આત્મા જ આ જગતમાં સાર છે, બાકી તો બધુંય અસાર–અસાર
છે. બાપુ! સર્વજ્ઞદેવે તારો આત્મવૈભવ ખુલ્લો મૂક્્યો, તે આત્મવૈભવને તું જાણ.
બાકી તો જગતમાં બધું અસાર છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી મરીને બીજી ક્ષણે સાતમી
નરકે ગયો, ત્યાં મહા દુઃખ પામે છે, તેને ચક્રવર્તીનો વૈભવ નરકે જતાં રોકી ન
શક્્યો, શરણ તો પોતાનો આત્મવૈભવ છે, અનંતગુણરૂપ આત્મવૈભવ તે જ
પોતાનો સાચો વૈભવ છે. આમ જાણી જગત પ્રત્યે વૈરાગ કરીને આત્માનું સ્વરૂપ
ચિંતવવું જોઈએ. તો શોક રહે નહીં, ને આત્માનું કલ્યાણ થાય.