શાંતિની સુગંધ લઈને બીજે દિવસે જયપુર–પ્રતિષ્ઠા ને સમ્મેદશિખરજી તીર્થની યાત્રા
માટે મંગલ પ્રસ્થાન કર્યું. (તા. ૨૨ ફેબ્રુઆરી) સવારમાં ‘ભાવનગર માં પ્રવેશ કર્યો,
ભક્તોએ ભાવભીનું સ્વાગત કર્યું. ભાવનગરના મંગલપ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે
આત્માના નિર્મળ ભાવોરૂપી જે નગરી, તેમાં પ્રવેશ કરવો તે મંગળ છે; ને એવા
ચૈતન્યભાવની જેને ખબર નથી તે તો ભાન વગરના છે. ભાવનગરમાં દિગંબર
જિનમંદિર પ્રાચીન છે, ત્યાં દર્શન–પૂજન કર્યા. તેમજ મંડપમાં (દશાશ્રીમાળીના વંડામાં)
પણ સોનગઢથી સીમંધરપ્રભુજીને લાવીને બિરાજમાન કર્યા હતા. તેમની સન્મુખ દર્શન–
પૂજન–ભક્તિ થતા હતા, તથા રત્નત્રય–પૂજન પણ થયું હતું. સોનગઢના સીમંધરનાથની
પૂજા વખતે એમ થતું કે, ભક્તોના હૃદયના ભગવાન તો ભક્તોની સાથે જ હોય ને!
(આ સીમંધરપ્રભુની પ્રતિમા પૂ. બેનશ્રી–બેન તરફથી પ્રતિષ્ઠિત થયેલ છે.) અહીં સં.
૧૯૮૬ માં (એટલે ૩૭ વર્ષ પહેલાં) ગુરુદેવ પધારેલા, તે વખતના કેટલાય સંસ્મરણો
ગુરુદેવ તાજા કરતા હતા; તેમાં ખાસ કરીને પહેલવહેલા એક દિગંબર સાધુને જોવાનો
પ્રસંગ અહીં બનેલો; તથા તે વખતે ગુરુદેવના પ્રવચનો સાંભળીને, પૂ. શ્રી ચંપાબેન
(જેઓ તે વખતે માત્ર ૧૬–૧૭ વર્ષના હતા) તેઓ ઘરે જઈને તે પ્રવચનો લખી લેતા,
ને ગુરુદેવે તે બેનને પહેલવહેલાં અહીં જોયા, જોતાં જ તેમને લાગ્યું કે આ બેન કોઈ
અલૌકિક લાગે છે! –આ પ્રસંગને ગુરુદેવ ઘણીવાર ખૂબ ભાવપૂર્વક યાદ કરે છે. ને
ગુરુદેવનો ૩૭ વર્ષ પહેલાંનો તે આભાસ પૂ. બેનશ્રી ચંપાબેને સંપૂર્ણ સત્ય સિદ્ધ કર્યો છે.
આવા તો બીજા ઘણાય પવિત્ર સ્મરણો ગુરુદેવને જાગતા હતા. –એ ભાવનગરની
વિશેષતા છે.
ગુરુદેવના પ્રવચનનો સાર હંમેશ પ્રગટ કરતું હતું. શેઠશ્રી વૃજલાલભાઈએ ગુરુદેવ