Atmadharma magazine - Ank 281
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 53

background image
: ૨૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૩
પ્રત્યે ખૂબ ભાવભીના ઉદ્ગારો વ્યક્ત કર્યા અને જનતાને ખાસ ભલામણ કરી કે
વીતરાગધર્મની પ્રભાવના કરનારા અને અનાદિના મિથ્યાત્વનું ઝેર ઉતારી નાંખનારા
આ સન્તને તમે ઓળખો, અને તેમનો લાભ લ્યો; અને ન ઓળખી શકો તોપણ તેનું
બહુમાન કરો, અવર્ણવાદ તો ન જ કરો. ચારે દિવસ ઉત્સાહપૂર્વક હજારો માણસોએ
પ્રવચનનો લાભ લીધો હતો. અને રવિવાર તા. ૨૬ ના રોજ જિનેન્દ્રભગવાનના દર્શન
કરીને જયજયકારપૂર્વક અમદાવાદ તરફ પ્રસ્થાન કર્યું.
શ્રી જિનેન્દ્રપ્રતિષ્ઠા માટે અને તીર્થયાત્રા માટે ગુરુદેવ જેવા સન્તો સાથે પ્રસ્થાન
કરતાં હર્ષ થતો હતો. સવાસો માઈલના પ્રવાસમાં સાથે ને સાથે રહેતી મોટરથી ગુરુદેવ
સાથેના તીર્થપ્રવાસથી ભક્તોને આનંદ થતો હતો. આગળ જુઓ તો સન્ત, પાછળ
જુઓ તો સન્તો, –એવા સન્તો સાથેના પ્રવાસથી કોને આનંદ ન થાય? અમદાવાદમાં
બપોરે ૩ થી ૪ સો જેટલા મુમુક્ષુ ભાઈ–બહેનો આવેલા. તેમની સમક્ષ વિવિધ તત્ત્વચર્ચા
ગુરુદેવે કરી હતી, તથા શ્રીમદ્ રાજચંદ્રજીની ખાસ શૈલી ઉપર પ્રકાશ પાડયો હતો. સાંજે
અમદાવાદથી પ્રસ્થાન કરીને હિંમતનગર રાત રોકાયા હતા. ફરીને મહાવીરાદિ
ભગવંતોનાં દર્શન કર્યા, ઉપરના ભાગમાં શાંતિનાથ પ્રભુજી સમીપનું ઉપશાંત
વાતાવરણ ચિત્તમાં શાંતિ પ્રેરતું હતું. હજી તો પાંચ દિવસ પહેલાં તા. ૨૦ મી એ
પુષ્પવૃષ્ટિ કરતા હેલિકોપ્ટરના ગગનભેદી અવાજથી અને ૨૦–૨પ હજાર માણસોના
હર્ષનાદથી ગાજતું આ મહાવીરનગર આજ કેટલું બધું શાંત દેખાતું હતું! એવા શાંત
વાતાવરણમાં રાત્રે ભક્તિ તથા ચર્ચા ચાલી. સવારમાં પ્રભુજીના દર્શન કરીને આબુ
તરફ પ્રસ્થાન કર્યું. વચ્ચે ઈડર આવ્યું–શ્રીમદ્ રાજચંદ્રજીએ જ્યાં આત્મસાધના કરી એવા
આ ઈડરના પહાડોને જોતાં તેમનું જીવન સ્મરણમાં આવતું હતું. આ પહાડને અર્ધ
પ્રદક્ષિણા કરીને આગળ જતાં પહાડી રસ્તે પ્રવાસ કરીને ગુજરાતની હદમાંથી
રાજસ્થાનની હદમાં પ્રવેશ્યા, ને દસ વાગે આબુ પહોંચ્યા...સ્વાગત પૂર્વક જિનમંદિરમાં
દર્શન કર્યા. બપોરે ટાઉનહોલમાં પ્રવચન હતું. તેમાં, મોક્ષને સાધવો તે જ માનવદેહની
વિશેષતા છે–એ વાત સમજાવી હતી. સાંજે આબુથી પ્રસ્થાન કરીને શિરોહી આવ્યા, ને
બીજે દિવસે સવારમાં શિવગંજ થઈ પાલી ગામે આવ્યા. ગુરુદેવે જેમની પાસે
સ્થાનકવાસી–દીક્ષા લીધી હતી તે હીરાચંદજી મહારાજનું આ વતન હતું તેથી તે સંબંધી
સ્મરણો ગુરુદેવ યાદ કરતા હતા... હીરાચંદજી મહારાજ ગુરુદેવને ઘણીવાર
‘જૈનશાસનનો સ્થંભ’ થવાનું કહેતા; અને એમની એ આગાહી