Atmadharma magazine - Ank 281
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 53

background image
: ફાગણ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૭ :
ગુરુદેવે સાચી જ પાડી છે. પાલીમાં સવારે પ્રવચન તથા જિનમંદિરના દર્શન કરીને
બપોરે સોજત ગામે આવ્યા; ત્યાં બપોરે પ્રવચન થયું. બીજે દિવસે (તા. ૧ માર્ચ)
કિસનગઢ આવ્યા; સ્વાગત પછી મંગલ પ્રવચન કરતાં ગુરુદેવે કહ્યું કે સિદ્ધભગવંતોનું
સ્વાગત કરવું એટલે કે તેમને ઓળખીને આત્મામાં પધરાવવા–તે માંગળિક છે. જેને
જેનું બહુમાન આવે તેનું તે સ્વાગત કરે છે; સાધકને શુદ્ધઆત્માનું બહુમાન છે તેથી તે
સિદ્ધ પદનું સ્વાગત કરે છે. એ સિવાય બીજાનો–રાગનો, અલ્પતાનો તે આદર કરતો
નથી. બપોરે સમયસારના પહેલા કળશ ઉપર પ્રવચન કરતાં કહ્યું કે આત્માનું શુદ્ધ
સ્વરૂપ તે સાર છે–કે જેને જાણતાં જાણનારને સુખનો અનુભવ થાય છે. બપોરે તથા
રાત્રે જૈન વિદ્યાલયમાં વિદ્યાર્થીઓનો કાર્યક્રમ, તેમ જ સંગીત મંડલ તરફથી પાર્શ્વનાથ–
ઉપસર્ગના દ્રશ્યનો કાર્યક્રમ હતો. ઘોર ઉપસર્ગ અને પાર્શ્વપ્રભુનું ધૈર્ય, તથા ધરણેન્દ્ર અને
પદ્માવતીની પ્રભુ પ્રત્યેની ભક્તિ–એ દ્રશ્ય ભગવાનના જીવનમાંથી ઉત્તમ પ્રેરણાઓ
આપતું હતું.
શેઠ શ્રી લાડુલાલજીને ત્યાં ઘરચૈત્યમાં બિરાજમાન મહાવીર ભગવાનના તેમ જ
બીજા જિનમંદિરોમાં બાહુબલી વગેરે ભગવંતોનાં દર્શન કર્યા. બીજે દિવસે સવારમાં
કુચામન તરફ પ્રસ્થાન કર્યું.
કુચામનમાં જિનમંદિરમાં પ્રભુના દર્શન કર્યા પછી ગુરુદેવનું ભવ્ય સ્વાગત થયું.
ઠાઠમાઠ સહિત ઉલ્લાસભર્યું સ્વાગત જોઈને સૌ હર્ષિત થયા. ઊંટ–હાથી–ઘોડા,
બેન્ડવાજાં, ભજનમંડળી, પાઠશાળાના બાળકો, ભવ્ય રથમાં જિનવાણી, બીજા રથમાં
જિનેન્દ્રદેવ, એવા ઠાઠમાઠ સહિત ત્રણચાર હજાર માણસોએ ઉમંગથી સ્વાગત કર્યું.
સ્વાગત દરમિયાન નગરીમાં રત્ન અને પુષ્ટિવૃષ્ટિ કરવા માટે દિલ્હીથી વિમાન
આવવાનું હતું પરંતુ ત્યાંના ખરાબ હવામાનને કારણે રવાના થઈ શક્્યું ન હતું.
બપોરના પ્રવચનમાં તો ચાર પાંચ હજાર માણસોએ શાંતિથી પ્રવચન સાંભળ્‌યું હતું ને
પ્રસન્ન થયા હતા. હજારો માણસો બહારગામથી ઊંટીયાગાડી વગેરેમાં આવ્યા હતા.
બપોરે તેમજ રાત્રે ભક્તિનો કાર્યક્રમ હતો. એક દિવસમાં તો ઉત્સવ જેવું વાતાવરણ
સર્જાઈ ગયું હતું. અહીં બીજા ત્રણ ચાર વિશાળ જિનમંદિરો છે,
–પ્રાચીન સોનેરી કારીગરીથી ને પંચકલ્યાણક વગેરે દ્રશ્યોથી મંદિરો સુશોભિત છે.
માહ વદ ૮ (તા. ૩) કુચામનથી લાડનુ આવ્યા. વછરાજજી શેઠનું આ ગામ–
જેમણે સોનગઢમાં ગોગીદેવી બ્રહ્મચર્યાશ્રમ બંધાવી આપેલ છે. લાડનુમાં પ્રવેશતાં