શેઠનો વિશાળ આશ્રમ છે. ત્યારબાદ નગરીમાં પ્રવેશીને સુખદેવ આશ્રમમાં અનેક
જિનબિંબોના દર્શન કરતાં ખૂબ આનંદ થયો. વીસ લાખ રૂા. ના ખર્ચે થયેલ શેઠ
વછરાજજી અને તેમના ભાઈઓએ બંધાવેલ આ મનોરમ્ય વિશાળ રચનામાં પ્રવેશતાં
વેંત જ ચોકમાં ઊભેલા ધ્યાનસ્થ બાહુબલી ભગવાન સૌનું ધ્યાન ખેંચે છે ને અદ્ભુત
જીવનઆદર્શ દેખાડીને મુમુક્ષુને તૃપ્ત કરે છે. પછી માનસ્તંભ ઓળંગીને મંદિરજીમાં
પ્રવેશતાં જ સુવર્ણપ્રતિમા જેવી એક ભવ્ય પ્રતિમા આપણી આંખદ્વારા ઝડપથી હૃદયમાં
પ્રવેશી જાય છે–એ છે ભગવાન આદિનાથ! હર્ષથી આદિનાથપ્રભુના દર્શન કરીને જરાક
આસપાસમાં નજર કરતાં જ એકબાજુ ભગવાન ભરતેશ્વર ને બીજી બાજુ ભગવાન
બાહુબલીના વિશાળ પ્રતિમાજીના દર્શન થાય છે.–આમ ગુરુદેવ સાથે પિતા–પુત્રોની
ત્રિપુટીનાં દર્શન કરતાં પૂ. બેનશ્રીબેન વગેરે સૌને ઘણો આનંદ થયો. ઘણા આનંદથી
દર્શન–પૂજન કર્યા. ગુરુદેવનો ઉતારો પણ આ આશ્રમમાં જ હતો. ગુરુદેવ લાડનુ
પધારવાથી શ્રી વછરાજજી શેઠને તેમજ મનફૂલાદેવીને ઘણો હર્ષોલ્લાસ થયો, ને તેઓ
ખૂબ લાગણીવશ બની ગયા હતા. ગુરુદેવે સિદ્ધોની સ્થાપનાનું સુંદર મંગલાચરણ
સંભળાવ્યું, મંગલાચરણ બાદ ભવ્ય જિનમંદિરમાં પૂ. બેનશ્રી–બેને આદિનાથ ભગવાનનું
સમૂહપૂજન ભાવપૂર્વક કરાવ્યું. ભક્તોએ બાહુબલિપ્રભુનો મસ્તકાભિષેક પણ કર્યો.
ગુરુદેવ સાથે બડા મંદિરજીમાં તથા બીજા મંદિરોમાં દર્શન કરતાં આનંદ થયો. બડા
મંદિરમાં પ્રાચીન પ્રતિમાઓ તેમજ કારીગરીવાળું તોરણદ્વાર ખાસ દર્શનીય છે. આ
તોરણ અનુસાર જ બીજું તોરણ આરસનું લગભગ વીસ હજાર રૂા. ના ખર્ચે કરાવેલું છે.
અહીં ૨૭ વખત તો પંચકલ્યાણક–મહોત્સવ થયા છે–એ આ નગરીનું એક ગૌરવ છે.
અને સુખદેવ આશ્રમની વિશાળતા, શાંત વાતાવરણ અને ભવ્યજિનબિંબોના દર્શન–તે
આ નગરીના ગૌરવમાં ઓર વધારો કરે છે. વારંવાર જિનેન્દ્રભગવંતોના દર્શન કરતાં
દિલ તૃપ્ત થતું હતું. બપોરે પ્રવચનમાં પણ હજાર ઉપરાંત માણસો આવ્યા હતા. પ્રવચન
પછી તેમજ રાત્રે જિનમંદિરમાં ભક્તિ થઈ હતી. રાત્રે સેંકડો વીજળી પ્રકાશના
ઝગઝગાટ વચ્ચે જિનમંદિરની ને બાહુબલીભગવાનની શોભામાં ઓર વૃદ્ધિ થાય છે.
બીજે દિવસે જિનેન્દ્રદેવની રથયાત્રા સહિતનું ભવ્ય સ્વાગતસરઘસ આખી નગરીમાં ફર્યું
હતું. બપોરે પ્રવચન પછી લાડનુ–જૈનસમાજ તરફથી ગુરુદેવને અભિનંદનપત્ર અપાયું
હતું. અને બડામંદિરજીમાં ભક્તિ થઈ હતી; રાત્રે પણ ભક્તિ થઈ હતી. બે દિવસના