: ફાગણ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૯ :
કાર્યક્રમ દરમિયાન શ્રી વછરાજજી શેઠે પણ ઉત્સાહથી ભાગ લીધો હતો. સોનગઢના
બ્રહ્મચારીબહેનો પણ આવ્યા હતા. ને આનંદિત થયા હતા. તા. પ ની સવારે
જિનેન્દ્રદેવના દર્શન કરીને લાડનુથી સીકર આવ્યા.
સીકરમાં ઉલ્લાસપૂર્ણ સ્વાગત બાદ મંગલ–પ્રવચન થયું. બપોરે અહીંના ૭
જિનાલયોના ગુરુદેવ સાથે દર્શન કર્યા. બપોરના પ્રવચન બાદ જિનમંદિરમાં ભક્તિ થઈ;
તથા રાત્રે પોણી કલાક નિશ્ચય–વ્યવહાર વગેરે સંબંધમાં સુંદર તત્ત્વચર્ચા થઈ. બીજે
દિવસે તા. ૬ માર્ચે સવારમાં સીકરથી જયપુર આવ્યા.
જયપુર નગરીમાં ભવ્ય મહોત્સવ
જયપુર નગરીમાં પ૧ દરવાજા, ર હાથી વગેરે દ્વારા ભવ્ય સ્વાગતની તૈયારીઓ
હતી. પરંતુ રાજકીય કારણોસર તે દિવસોમાં ૧૪૪ મી કલમ ચાલતી હોવાથી સ્વાગતનું
સરઘસ નીકળી શક્્યું ન હતું. રામલીલા મેદાનમાં ભવ્ય સમિયાણામાં લગભગ પાંચ
હજાર માણસો સ્વાગતનિમિત્તે એકઠા થયા હતા ને ત્યાં ગુરુદેવે માંગળિક સંભળાવ્યું
હતું. वंदित्तु सव्वसिद्धे દ્વારા સિદ્ધભગવંતોના સ્વાગતરૂપ અપૂર્વ માંગળિક કર્યું હતું.
ત્યારબાદ વચ્ચે ટોડરમલ સ્મારકભવન થઈ શેઠ પૂરણચંદજીના મકાનમાં ગુરુદેવનો
ઉતારો હતો. બપોરે ૩ થી ૪ પ્રવચન તથા રાત્રે ભક્તિ તેમજ પંચકલ્યાણકની ફિલ્મનું
પ્રદર્શન હતું. બીજે દિવસે પણ એ જ કાર્યક્રમ હતો. (વિશેષ માટે જુઓ પાનું ૩૪)
ભક્ત અને ભગવાન
એક વાત આવે છે કે–સુરદાસ–ભક્તનો હાથ છોડીને શ્રીકૃષ્ણ
એકવાર દૂર સંતાઈ ગયા; ત્યારે સુરદાસ કહે છે–હે હરિ! તમે હાથ છોડીને
ભલે દૂર ગયા, પણ મારા હૃદયમાંથી દૂર નહિ જઈ શકો! તેમ
સર્વજ્ઞભગવાનના ભક્તો કહે છે કે હે સીમંધરનાથ! અમે ભરતમાં, ને આપ
વિદેહમાં,–ક્ષેત્રથી ભલે આપ દૂર વસ્યા, પણ અમારા અંતરમાંથી આપ જરાય
દૂર નહિ રહી શકો. આપને ઓળખીને અમારા હૃદયમાં આપને પધરાવ્યા છે,
તે કદી દૂર થવાના નથી.