Atmadharma magazine - Ank 281
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 53

background image
: ફાગણ : ૨૪૯૩ આત્મધર્મ : ૩૧ :
ગતાંકના પ્રશ્નોના ઉત્તર
(૧) બંધાયેલ ચારેકોર ફરે,
ને છૂટો એક ઠેકાણે સ્થિર રહે, –તે કોણ?
તેનો જવાબ એ છે કે–જીવ જ્યારે કર્મથી બંધાયેલો હોય છે ત્યારે તે સંસારમાં
ચારેકોર એટલે કે ચારે ગતિમાં ભમે છે, અને જ્યારે તે છૂટે એટલે કે મોક્ષ પામે ત્યારે તે
સિદ્ધલોકમાં સદા સ્થિર રહે છે.
(૨) ચાર અક્ષરનું શહેર તે –જયપુર
તે ઘણું રળિયામણું છે, જૈનધર્મની જાહોજલાલીથી ભરપૂર છે; મોક્ષમાર્ગ પ્રકાશકની
રચના ત્યાં પં. ટોડરમલજીએ કરી છે તેથી તે મોક્ષમાર્ગપ્રકાશકની જન્મભૂમિ છે; તેમજ
સમયસારની હિંદી ટીકા પણ જયપુરના પં. જયચંદજીએ કરી છે તેથી તેની પણ તે જન્મભૂમિ
છે. આરસની મૂર્તિઓ જયપુરમાં બને છે તેથી સૌરાષ્ટ્રના જિનમંદિરોમાં ઘણાખરા ભગવંતો તે
નગરીમાંથી આવ્યા છે. આ મહિને ત્યાં પં. ટોડરમલજી–સ્મારકભવનનું ઉદ્ઘાટન કરવા માટે,
તથા સીમંધરપ્રભુની પ્રતિષ્ઠા કરવા માટે પૂ. ગુરુદેવ જયપુર પધાર્યા ને મોટા ઉત્સવ દ્વારા ઘણી
ધર્મપ્રભાવના થઈ.–બંધુઓ આવી જયપુરનગરી જરૂર જોવા જેવી છે.
(૩) ૨૪ તીર્થંકરોમાંથી ‘મ’ ઉપર નામવાળા ૩ ભગવાન છે–
મલ્લિનાથ, મુનિસુવ્રતનાથ અને મહાવીર.
જવાબ મોકલનાર સભ્યોને ધન્યવાદ!
જવાબ મોકલનાર સભ્યોના નંબર
૧૦૪૯ ૬૪૦ ૪૩૧ ૪૩૨ ૩૨૦ પ૨૯ ૩૨૧ ૧પ૬પ ૩૩૯ ૩૭૮ ૧૩૨૧ ૩૭૭ ૧૮પ૦
૭૧૦ ૭૧૧ ૧૬૪૮ ૩૨૨ ૮૪૬ ૧૦૦૨ ૧૧૭ ૪૦ ૩૧ પ૮૨ ૪૯ ૧૭૭૧ ૩૪૭ ૩૪૬ ૬૬૬
૬૬૭ ૨૬૨ ૭૧૪ ૩૬૯ ૧૦૦પ ૧૭૭૨ ૨૭૬ ૬૧૯ ૧૬૬ ૩૯૩ ૩૯૨ ૧૧૭૩ ૯૦૯ ૧૧૬પ
૧૧૬૬ પ૩૩ પ૩૪ ૩૨૦ ૧૪૩૪ ૧૮૨૩.