: ૩૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૩
ज य पु र मां–
–– * –– સિદ્ધભગવંતોના સ્વાગતરૂપ અપૂર્વ માંગળિક –– * ––
તા. ૬ માર્ચના રોજ પૂ. ગુરુદેવ અનેકવિધ મંગલમહોત્સવ નિમિત્તે
જયપુરનગર પધાર્યા, અને મંગળપ્રવચનમાં ‘वंदित्तु सव्वसिद्धे’ ...એ
સમયસારની પહેલી ગાથાનો ઉલ્લેખ કરીને કહ્યું કે સિદ્ધભગવંતોને ઓળખીને
કુંદકુંદાચાર્યદેવે પહેલી ગાથામાં સિદ્ધોને નમસ્કારરૂપ મહામાંગળિક કર્યું છે. તેની
ટીકામાં અમૃતચંદ્રાચાર્યદેવે अथप्रथमत એટલે કે સાધકભાવની શરૂઆતમાં સાધ્યરૂપ
સિદ્ધોને આત્મામાં ઊતારીને તેમનું સ્વાગત કર્યું છે. સિદ્ધોનું જેણે સ્વાગત કર્યું તેણે
શુદ્ધાત્માનો આદર કર્યો, તેને રાગનો આદર રહે નહિ.–આવા ભેદજ્ઞાનરૂપ સાધકભાવ
પ્રગટ્યો તે અપૂર્વ સ્વાગત ને અપૂર્વ માંગળિક છે.
આત્માના પૂર્ણાનંદસ્વરૂપની પ્રાપ્તિ કેમ થાય તેનો ઉપાય આ સમયસારમાં
બતાવ્યો છે. જેણે સિદ્ધને ઓળખીને આત્મામાં સ્થાપ્યા તેણે સાધકભાવનું અપૂર્વ મંગળ
કર્યું, સાધકભાવની શરૂઆત કરી. સિદ્ધને સાથે રાખીને સાધકભાવની અપ્રતિહત
શરૂઆત કરી તેમાં હવે વચ્ચે ભંગ પડે નહિ.
‘मंग’ એટલે આનંદ તેને જે ‘ल’ લાવે–પ્રાપ્ત કરે એવો ભાવ તે મંગલ છે, એટલે
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે મંગલ છે. આ ‘મંગલ’ શબ્દનો અસ્તિસૂચક અર્થ છે. અને,
‘मम्’ એટલે પાપ, તેને જે ‘गल’–ગાળે–નષ્ટ કરે તે મંગળ છે;–આ નાસ્તિસૂચક અર્થ
છે. જે આનંદરૂપ પવિત્રતાને પમાડે, અને દુઃખરૂપ પાપને–અજ્ઞાનને નષ્ટ કરે એવા
સમ્યગ્દર્શનાદિ તે મંગળ છે. લોકો પુત્રપ્રાપ્તિ, વિવાહ વગેરે જેને મંગળ કહે છે તે ખરેખર
મંગળ નથી. અહીં તો અનંતા સિદ્ધભગવંતોને આત્મામાં સ્થાપીને, સિદ્ધોના સ્વાગતરૂપ
મંગળ કર્યું છે. मैं सिद्धोंका स्वागत करता हूं; છ માસ ને આઠ સમયમાં ૬૦૮ જીવો
સિદ્ધ થાય છે–મોક્ષ પામે છે; સિદ્ધનો આવો પ્રવાહ અનાદિથી ચાલ્યો આવે છે;–અનંતા
જીવો સિદ્ધ થયા, તે સર્વે સિદ્ધભગવંતોને મારા જ્ઞાનમાં