છે. ઈન્દ્રના બે સાગરના આયુમાં તો કોટિ–લક્ષ ઈન્દ્રાણી થઈ જાય. પણ એ ૩૨
લાખ વિમાનોમાં કે એ ઈન્દ્રાણીઓમાં ક્યાંય આત્માના સુખનો અંશ પણ નથી,
આત્મા પોતાની સુખપરિણતિનો ખરો સ્વામી છે. અનંત ગુણપરિણતિનો સ્વામી
આત્મા, તેમાં દ્રષ્ટિ કરતાં પર્યાયમાં અતીન્દ્રિય આનંદની ઉત્પત્તિ થાય, તે
આનંદપરિણતિ સહિત આત્મા શોભે છે. પરિણતિની સ્થિતિ એકસમયની,
પરિણતિરૂપ ઈન્દ્રાણી સમયે સમયે નવી નવી ઊપજે, ને આત્મારૂપી ઈન્દ્ર કાયમ
ટકીને અતીન્દ્રિય આનંદપરિણતિનો ભોગવટો કરે. એક પરિણતિ જાય ને તત્ક્ષણ
બીજી પરિણતિ થાય–એમ સદાકાળ આત્મા પોતાની સુખપરિણતિને અનુભવ્યા કરે
છે. સ્વસન્મુખ પરિણતિ આનંદપુત્રને જન્મ આપે છે.
ભગવાને એમ કહ્યું છે કે તારા આત્મામાં એક સુખધર્મ છે, તેના શરણે તારું સુખ
પ્રગટશે, બીજા કોઈના શરણે તારું સુખ નહિ પ્રગટે.
એકસાથે રહેલા છે, એવી આત્માના સ્વભાવની અદ્ભુતતા છે. આવા આત્માના
અનુભવનો રસ તે જ પરમાર્થે અદભુત રસ છે. આવો અનુભવ વિકલ્પ વડે ન
થાય. વિકલ્પવડે જણાય એવો આત્માનો સ્વભાવ નથી; વિકલ્પથી પર એવા
સ્વસંવેદનજ્ઞાનથી આત્મા જણાય છે, ને એ રીતે જાણતાં પરમ સુખ પ્રગટે છે.
વિકલ્પ વગર ત્રણકાળ ત્રણલોકને જાણી લ્યે એવી તાકાત આત્મામાં છે, ને એવા
આત્માની અનુભૂતિ પણ વિકલ્પ વગરની છે. આત્મા પોતાના અનંત ગુણરૂપી
સ્વ–ઘરમાં સ્થિત રહીને નિર્મળપરિણતિના આનંદને ભોગવે છે. બ્રહ્મસ્વરૂપ
આત્માના આનંદને ભોગવતો, ધર્મી સ્વગુણની રક્ષા કરે છે, ઉપયોગના વેપારને
અંતરમાં જોડે છે ને સ્વભાવનું સેવન કરીને અનંતગુણનો વૈભવ પ્રાપ્ત કરે છે
એટલે કે પર્યાયમાં પ્રગટપણે અનુભવે છે.