: જેઠ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૭ :
(લેખાંક : પ૦)
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત સમાધિશતક ઉપર પૂજ્યશ્રી
કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
આત્મધર્મના ઘણા જિજ્ઞાસુ પાઠકો તરફથી સહેલા લેખોની માંગણી
થતાં, ૧૨પ માસ પહેલાં (અંક ૧પ૮થી) શરૂ કરવામાં આવેલી આ સહેલી
લેખમાળા હવે પૂર્ણતાની નજીક પહોંચી રહી છે. સૌને પસંદ પડેલી આ
લેખમાળા એ સમાધિશતક ઉપરનાં પ્રવચનો છે. સમાધિશતકના રચનાર શ્રી
પૂજ્યપાદસ્વામી લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં (છઠ્ઠી–સાતમી શતાબ્દિમાં)
થઈ ગયેલા મહાન દિગંબર સંત છે; તેમનું બીજું નામ ‘દેવનંદી’ હતું; તેઓ
પણ વિદેહક્ષેત્રે સીમંધરભગવાન પાસે ગયેલા એવો ઉલ્લેખ શિલાલેખોમાં છે.
તત્ત્વાર્થસૂત્ર ઉપર ‘સર્વાર્થસિદ્ધ’ જેવી મહાન ટીકા, તથા જૈનેન્દ્ર–વ્યાકરણ
વગેરે મહાન ગ્રંથો તેમણે રચ્યા છે. તેમની અગાધબુદ્ધિને લીધે મુનિઓએ
તેમને ‘જિનેન્દ્રબુદ્ધિ’ કહ્યા છે.–આવા આચાર્યના સમાધિશતક ઉપરનાં આ
પ્રવચનો આપ દશ વર્ષથી વાંચી રહ્યા છો.–સં.
અવ્રત અને વ્રત બંનેનો ત્યાગ કરવાથી શું થાય છે?–એમ પૂછવામાં આવતાં
આચાર્યદેવ કહે છે કે એ બંનેના ત્યાગથી આત્માને પરમપ્રિય હિતકારી ઈષ્ટ એવા સુંદર
પરમપદની પ્રાપ્તિ થાય છે.–
यदन्तर्जल्पसंपृक्तमुत्प्रेक्षा –जालमात्मनः।
मूलं दुःखस्य तन्नाशे शिष्टमिष्टं परं पदम्।। ८५।।
અંતરમાં અનેક પ્રકારના સંકલ્પ–વિકલ્પોરૂપ જે કલ્પનાજાળ છે તે જ આત્માને
દુઃખનું મૂળ છે; ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતાવડે તેનો નાશ કરતાં પોતાના પ્રિય હિતકારી
એવા પરમપદની પ્રાપ્તિ થાય છે–એમ જિનદેવે કહ્યું છે.
સંતો કહે છે કે ‘નિર્વિકલ્પરસ પીજીયે’ ...એટલે પોતાના ચિદાનંદમય પરમ
અતીન્દ્રિય સ્વરૂપનું નિર્વિકલ્પ વેદન કરવું તે જ આનંદ