Atmadharma magazine - Ank 284
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 45

background image
: ૧૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૩
છે, અને તે સ્વરૂપથી બહાર નીકળીને જેટલા સંકલ્પો–વિકલ્પો છે તે દુઃખનું કારણ છે.
અંતર્મુખ થઈને જે નિર્વિકલ્પ થાય છે તે જ પરમપદને પામે છે. જે જીવ ચૈતન્યસ્વરૂપને
ચૂકીને સંકલ્પ–વિકલ્પને અપનાવે છે તે પરમપદને પામતો નથી.
સંકલ્પ–વિકલ્પરૂપ જેટલા રાગ છે તે બધાય સંસારદુઃખનું જ કારણ છે. તે
રાગથી આત્માને લાભ માનવો તે તો ઝેરની છરી લઈને પોતાના પેટમાં ભોંકીને
તેનાથી લાભ માનવા જેવું છે. આત્માનો ચિદાનંદ સ્વભાવ આનંદનું મૂળ છે, ને તે
સ્વભાવમાંથી બહાર નીકળીને જે કોઈ શુભ–અશુભવૃત્તિ ઊઠે છે તે બધી આકુળતાજનક
છે, સંસારદુઃખનું જ કારણ છે. તેને છોડીને ચિદાનંદતત્ત્વમાં ઠરવાથી જ પરમઆનંદનો
અનુભવ થાય છે.
અહો! કેવો સુંદર માર્ગ છે!! પરમ વીતરાગી શાંતિનો માર્ગ છે; અરે! સર્વજ્ઞના
આવા વીતરાગી શાંતમાર્ગને અજ્ઞાનીઓ વિપરીતરૂપે માની રહ્યા છે. જ્ઞાની ધર્માત્મા જાણે
છે કે અહો! ચૈતન્યસ્વરૂપમાં એકાગ્ર થઈને પરમ વીતરાગી આનંદનું વેદન કરવું તે જ
એક અમને પરમ ઈષ્ટ છે, તે જ અમને વહાલું છે, તે જ અમારું પ્રિય પદ છે, એ સિવાય
રાગની વૃત્તિ ઊઠે તે દુઃખદાયક છે, તે અમને ઈષ્ટ નથી, તે અમને પ્રિય નથી, તે અમને
વહાલી નથી. અમે તે રાગની વૃત્તિ છોડીને ચૈતન્યમાં જ લીન રહેવા માંગીએ છીએ.
* * *
(વીર સં. ૨૪૮૨ શ્રાવણ સુદ ત્રીજ)
આ આત્મા પોતે જ્ઞાનસ્વરૂપ છે ને પોતે સ્વયં આનંદ સ્વરૂપ છે; સંકલ્પ–
વિકલ્પોની જાળ ઊઠે તે આકુળતા છે, તે આત્માનું સ્વરૂપ નથી, તે તો દુઃખનું મૂળ છે.
ચૈતન્યસ્વરૂપથી બહાર નીકળીને, બાહ્યવિષયોના જે કાંઈ સંકલ્પ–વિકલ્પ થાય તે બધા
હિતકર નથી પણ દુઃખકર છે. તે સંકલ્પ–વિકલ્પનો નાશ કરીને ચૈતન્યસ્વરૂપમાં લીનતા
કરવાથી જ ઈષ્ટ એવું પરમ પદ પ્રાપ્ત થાય છે–એમ ભગવાને કહ્યું છે. અવ્રત કે વ્રતની
વૃત્તિ ઊઠે તે ઈષ્ટ નથી, તેમજ તેનાથી ઈષ્ટપદની પ્રાપ્તિ થતી નથી, નિર્વિકલ્પ આનંદનું
વેદન થાય તે જ આત્માને ઈષ્ટ છે.
આ ભગવાન આત્મા ઈન્દ્રિયોથી પાર અતીન્દ્રિય છે, વિકલ્પોથી પાર
નિર્વિકલ્પસ્વરૂપ છે, ચિદાનંદમય છે; આવા નિજ આત્માને ભૂલીને બાહ્ય વિષયો તરફના
ઝૂકાવથી જે સંકલ્પ–વિકલ્પ થાય તેમાં જ અજ્ઞાની ફસાઈ રહે છે; પરંતુ અહીં તો તે
ઉપરાંત એમ કહે છે કે ચૈતન્યસ્વરૂપ આત્માનું ભાન થયા પછી પણ અસ્થિરતાથી જે
વ્રતાદિના વિકલ્પ ઊઠે છે તે પણ આકુળતારૂપ છે–બંધનું કારણ છે–દુઃખનું કારણ છે. ભલે