Atmadharma magazine - Ank 284
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 45

background image
: જેઠ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૩ :
બંધુ, નાનપણમાં અત્યારથી આપણે આવી ઉત્તમ ભાવના ભાવશું તો તેના સંસ્કાર
જીવનમાં ખૂબ ઉપયોગી થશે. શરૂઆતમાં રાત્રે ખાવાનું મન થતું પણ હવે મેં રાત્રે ખાવાનું
છોડી દીધું છે. બસ, તારી ધાર્મિક ભાવનાઓ પણ જણાવજે. जयजिनेन्द्र
* શારદાબેન જૈન (સ. નં. ૭૧૮) વીંછીયાથી લખે છે– બોટાદનગરમાં વૈશાખ
સુદ બીજે ગુરુદેવની જન્મજયંતિ આનંદપૂર્વક ઉજવીને ઘરે આવતાં જ મારા જન્મદિવસનું
અભિનંદન કાર્ડ અને સાથે ગુરુદેવનો ફોટો દેખીને ઘણો જ આનંદ થયો. તેની ખુશાલીમાં મેં
બાલવિભાગને રૂા. ૩/ ભેટ મોકલેલ છે. ભગવાન ઋષભદેવનું પુસ્તક વાંચવું શરૂં કર્યું છે. બહુ
આનંદ આવે છે. બાળકો માટે આવા ધાર્મિક પુસ્તકો પણ વધુ ને વધુ બહાર પડે–એ જ ભાવના.
* રાજકોટ ૮ વર્ષના સુભાષભાઈ (સ. ન. ૪) લખે છે– ધર્મપ્રિય બંધુ, ગુરુદેવ
રાજકોટ પધાર્યા ત્યારે ભવ્ય સ્વાગતમાં અમે પણ હાથમાં કેસરી ઝંડા લઈને સ્વાગતગીત
ગાતા હતા. ગુરુદેવ રાજકોટ રોકાયા તે દરમિયાન મારા ભાઈ સાથે ૭ા થી ૮ પૂજામાં તથા ૮
થી ૯ પ્રવચનમાં અને ૯ા થી ૧૦ા ધાર્મિક શિક્ષણ વર્ગમાં જતો હતો. વળી બપોરે પ્રવચનમાં,
ભક્તિમાં ને શિક્ષણવર્ગમાં જતો હતો. રાત્રે ચર્ચામાં પણ જતો હતો. હું રોજ સવારમાં ઊઠીને
નમોક્કાર–મંત્રનું સ્મરણ કરું છું. હું નાનો હતો ત્યારથી જૈન બાળપોથી ભણતો; ચાર વર્ષનો
હતો ત્યારથી મને નમોક્કાર મંત્ર આવડે છે. ત્રણ વર્ષ પહેલાં અમારા ઘરમાં યશોધરમુનિનો
ફોટો છે, તે યશોધરમુનિની જેમ પદ્માસન વાળીને ધ્યાનમાં બેસવાનું મને મન થતું; હવે બે
વર્ષથી અમારા ઘરમાં બાહુબલીનો ફોટો આવ્યો છે તેથી હવે બાહુબલીની જેમ ઊભા ઊભા
સીધા હાથ રાખીને ભગવાન સામે મોઢું રાખી ધ્યાન ધરતાં શીખું છું. હું ધાર્મિક વાર્તા બે
સખી, દર્શનકથા, ભગવાન મહાવીર, ભગવાન ઋષભદેવ, રત્નસંગ્રહ, અકલંક–નિકલંક વગેરે
વાંચું છું ને તે મને ગમે છે, પણ મને સૌથી વહાલી વસ્તુ જૈન બાળપોથી છે. ને હું પહેલી
ચોપડી ભણતો ત્યારથી એ જ વાંચું છું. મને ધર્મ કરવો બહુ જ ગમે છે. કેમકે મારે મોક્ષ જાવું
છે. હું આઠ વર્ષનો બાળક છું માટે ભૂલચૂક માફ કરજો. (લગભગ આવો જ પત્ર આ ભાઈની
દસવર્ષની બહેન માયાબહેને પણ લખ્યો છે.)
* અમદાવાદથી દિલીપ જૈન (નં. ૧૦૦) લખે છે– આ વેકેશન ધર્મ સમજવા
પાછળ ગાળ્‌યું છે; ગુરુદેવ અમદાવાદ આવ્યા ત્યારથી તેમની સાથે જ હતો. બોટાદમાં
જન્મજયંતિ ભવ્યતાથી ઉજવી. પછી રાજકોટ ૨૦ દિવસ શિક્ષણવર્ગમાં જોડાયો; ત્યાં આખો
દિવસ કાર્યક્રમ ભરચક હતો..........જે કરવા જેવું છે તે આત્માની ઓળખાણ કરવી જોઈએ,
એ વાત ગુરુદેવ વારંવાર સમજાવતા હતા. ગુરુદેવની છત્રછાયામાં વેકેશનના દિવસો
આનંદથી વીત્યા. મારું ગામ સાયલા છે, ત્યાં અમારું બે માળનું મકાન દસ વીસ વરસથી
ખાલી પડ્યું છે. મારી ભાવના છે કે તેમાં ગામોગામની જેમ ગુરુદેવનું ટેપરેકર્ડ થયેલું પ્રવચન
સાંભળવાનો અમારા ગામના લોકોને લાભ મળે! जयजिनेन्द्र
* સતીશકુમાર પી. જૈન વીંછીયાથી બાલમિત્રોને લખે છે– આ ઉનાળાની રજામાં
અમે પ્રથમ આઠ દિવસ બોટાદ ગયા ને ગુરુદેવનાં પ્રવચનો સાંભળ્‌યા, ચર્ચા–ભક્તિ–પૂજામાં