ને બપોરે વાંચનમાં બેસું છું; તેમાં છ ઢાળા ચાલે છે. વેકેશન હોવાથી અમે ઘણા બાળકો તેમાં
ભણીએ છીએ, ને આનંદ આવે છે. રાત્રે પણ સમયસારના વાંચનમાં જાઉં છું. તેમાં મને બહુ રસ
પડે છે. મિત્રો! તમે પણ પાઠશાળા જતા હશો. ધાર્મિક અભ્યાસ કરી ખૂબખૂબ આગળ વધીએ ને
મોક્ષપુરીની મોજ માણીએ ને સિદ્ધભગવાનની જેમ વીતરાગી આનંદમાં ઝુલીએ–એ જ ભાવના.
(રાજકોટમાં) આવીને ધાર્મિક શિક્ષણનો લાભ લીધો...તમારા ગામમાં અમને બહુ મજા પડી.
આત્માનું હિત થાય એવા ગુરુદેવના પ્રવચનોનો તથા ધાર્મિક શિક્ષણનો સુંદર લાભ મળ્યો.
ત્યાંના ભવ્ય મંદિર માનસ્તંભ ને સમવસરણની રચના અમને તો આબુ કરતાંય વધારે
ગમ્યા. તમારા ગામમાં વેકેશન વખતે આવો સરસ સુયોગ હોવા છતાં તમને આબુ જવાનું
કેમ મન થયું! આવતા વેકેશનમાં તો તમે જરૂર સોનગઢ જાજો, હું પણ આવીશ. –
ગુરુદેવની છાયામાં આનંદથી લાભ લેતા હશો. હું રાજકોટ કલાસમાં આવી ન શક્યો; પણ
ધર્મની પરીક્ષા માટે તૈયારી કરવા મેં મારી રજાઓનો ઉપયોગ કર્યો. સિદ્ધાંતપ્રવેશીકાના ૪૦
પ્રશ્નો કર્યા, તેમજ ભગવાન ઋષભદેવ, અકલંક–નિકલંક, નાટક, દર્શનકથા, બે રાજકુમારનો
વૈરાગ્ય, કથામંજરી, બેસખી વગેરે પુસ્તકો વાંચ્યાં, પુસ્તકો વાંચવામાં ખૂબ રસ પડ્યો. તમે
પણ ધર્મપુસ્તકોનું વાંચન કર્યું હશે. છ ઢાળાની ૧૦ ગાથા પણ મોઢે કરી.
કલાસમાં ધર્મનું ભણતા હતા. અમારા જેવા ઘણાય વિદ્યાર્થીઓ આવ્યા હોવાથી અમને બહુ
મજા આવી હતી, ને આત્માને સમજવાની વાત અમને બહુ ગમતી હતી. રાજકોટથી ગીરનાર
તીર્થ નજીક હોવાથી અમે ગીરનારની જાત્રા કરવા પણ ગયા હતા. અમારા મોટાભાઈ પણ
સાથે હતા. નેમનાથ ભગવાનનું નામ લેતાં લેતાં પર્વત ચઢવાની અમને બહુ મજા આવી.
ઊંચો ઊંચો ગીરનાર પર્વત વાદળથી પણ ઊંચો છે. અમે પર્વત ઉપર હતા ત્યારે નીચે વાદળા
દોડતા હતા, જાણે અમે વાદળ ઉપર બેસીને ઉડતા હોય એમ થતું હતું. અમે ઠેઠ પાંચમી ટૂંકે
જાત્રા કરી આવ્યા, ત્યાંથી ભગવાન નેમનાથ મોક્ષ પામ્યા છે. ગીરનારની જાત્રા પહેલી જ
વાર કરી તેથી ઘણો આનંદ થયો. અમે રાજુલમાતાની ગૂફા પણ જોઈ ને ધનસેનસ્વામીની
ચંદ્રગૂફામાં પણ જઈ આવ્યા. ગામના બાગમાં સિંહ પણ જોયો. આ જાત્રા જીવનમાં કદીય
ભૂલાશે નહીં. આ રીતે રજામાં અમને મજા પડી.