Atmadharma magazine - Ank 284
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 45

background image
: જેઠ : ૨૪૯૩ આત્મધર્મ : ૨પ :
* પરમ શાંતિ દાતારી *
અધ્યાત્મ ભાવના
(અંક ૨૮૨ થી ચાલુ) (લેખાંક ૪૯)
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત સમાધિશતક ઉપર પૂજ્યશ્રી
કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
* વીર સં. ૨૪૮૨ શ્રાવણ સુદ બીજ *
(ગાથા ૮૩ ચાલુ)

ધર્માત્મા સમસ્ત રાગથી પોતાના ચિદાનંદતત્ત્વને જુદું જાણે છે, રાગના
અંશને પણ પોતાના અંતરંગ સ્વરૂપપણે માનતા નથી. આ રીતે રાગથી ભિન્ન
ચૈતન્યતત્ત્વને જાણીને, તેમાં અંશે એકાગ્ર થતાં અવ્રતોનો ત્યાગ થઈ જાય છે. અને
પછી તેમાં વિશેષ લીન થતાં અવ્રતોની માફક વ્રતોનો શુભરાગ પણ છૂટી જાય છે.
જેમ અવ્રતના અશુભભાવો બંધનું કારણ છે તેમ વ્રતના શુભભાવો પણ બંધનું
કારણ છે, તે પણ આત્માની મુક્તિના બાધક છે, તેથી મોક્ષાર્થીને તે પણ હેય છે.
જેમ લોઢાની બેડી પુરુષને બંધનકર્તા છે તેમ સોનાની બેડી પણ બંધનકર્તા જ છે,
છૂટવાના કામીએ તે બંને બેડીનાં બંધન છોડવા યોગ્ય છે; તેમ પાપ અને પુણ્ય બંને
જીવને બંધનકર્તા જ છે–એમ જાણીને મોક્ષાર્થી જીવે તે બંને છોડવા જેવા છે. પુણ્ય તે
આત્માની મુક્તિમાં બાધકરૂપ છે– વિઘ્નરૂપ છે છતાં તેને જે મોક્ષનું કારણ માને છે તે
મિથ્યાદ્રષ્ટિ છે, તે બંધના કારણને મોક્ષનું કારણ માને છે, એટલે ખરેખર તેણે બંધ–
મોક્ષના સ્વરૂપને જાણ્યું નથી.
અજ્ઞાનીઓ કહે છે કે વ્રતાદિ વ્યવહાર કરતાં કરતાં મુક્તિ પમાશે. અહીં કહે
છે કે વ્રતાદિ વ્યવહાર તો મુક્તિમાં વિઘ્ન કરનાર છે. કેટલો ફેર! મૂળ માન્યતામાં જ
ફેર છે. સાધકને નીચલી ભૂમિકામાં તે વ્રતાદિનો રાગ છૂટે નહિ, પણ તે રાગને