: ૨૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૩
તે બાધકરૂપે જાણે છે, તેને સાધકરૂપે નથી માનતો. અજ્ઞાની તો તે રાગને સાધકરૂપે
જાણે છે એટલે તેની તો શ્રદ્ધા જ ખોટી છે.
અવ્રતની જેમ વ્રતનો શુભરાગ પણ છોડવા જેવો છે–આ વાત સાંભળતાં ઘણા
લોકો રાડ નાંખી જાય છે કે ‘અરે! વ્રત છોડવા જેવા?’–પણ ભાઈ રે, ધીરા થઈને
સમજો તો ખરા. વ્રતનો શુભરાગ તે બંધનું કારણ છે કે મોક્ષનું? તે રાગ તો બંધનું જ
કારણ છે ને મોક્ષને તો વિઘ્ન કરનાર છે. તો જે બંધનું કારણ હોય તે છોડવા જેવું હોય કે
આદરવા જેવું? મોક્ષાર્થી જીવોએ રાગાદિને બંધનું જ કારણ જાણીને તે છોડવા જેવા છે.
સમાધિ તો વીતરાગભાવવડે થાય, કાંઈ રાગવડે સમાધિ ન થાય. માટે મોક્ષાર્થી જીવોએ
અવ્રતની જેમ વ્રત પણ છોડવા જેવા છે. ।। ८३।।
અવ્રત અને વ્રત બંનેને છોડવા જેવા કહ્યા, તેને છોડવાનો ક્રમ શું છે? તે હવે કહે
છે–
अव्रतानि परित्यज्य व्रतेषुं परिनिष्ठितः।
त्यजेत्तान्यपि संप्राप्य परमं पदमात्मनः।।८४।।
અવ્રત અને વ્રત બંનેથી ભિન્ન શુદ્ધ ચૈતન્યતત્ત્વને ઓળખીને, સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન
કરીને પછી તેમાં સ્થિરતાના ઉદ્યમ વડે પહેલાં તો અવ્રતો છોડીને ધર્મી વ્રતનું પાલન કરે
છે–અર્થાત્ હજી ચૈતન્યમાં વિશેષ સ્થિરતા નથી ત્યાં એવા વ્રતોનો શુભરાગ આવે છે;
અને પછી શુદ્ધોપયોગવડે સ્વરૂપમાં લીન થઈને તે વ્રતને પણ છોડીને આત્માના
પરમપદને પ્રાપ્ત કરે છે. આ રીતે અવ્રત તેમ જ વ્રત બંનેને છોડીને, શુદ્ધોપયોગવડે
અંતરાત્મા મુક્તિ પામે છે.
પહેલાં અવ્રત છોડીને વ્રતનો ભાવ આવે, ત્યાં ધર્મી વ્રતનું પાલન કરે છે–એમ
વ્યવહારે કહેવાય; ખરેખર જે વ્રતનો રાગ છે તે રાગના પાલનની ધર્મીને ભાવના નથી.
ધર્મીને તો શુદ્ધોપયોગની જ ભાવના છે. વ્રતના વિકલ્પને છોડીને તે શુદ્ધોપયોગમાં
ઠરવા માંગે છે.
વ્રતના વિકલ્પ જ્યાંસુધી છે ત્યાંસુધી મુક્તિ થતી નથી; અને વ્રતના વિકલ્પથી
જ્યાંસુધી લાભ માને છે ત્યાંસુધી તો મિથ્યાત્વમાંથી પણ મુક્તિ થતી નથી.
વ્રતનો શુભરાગ પણ મોક્ષનું કારણ નથી પણ મોક્ષને રોકનાર છે માટે તે છોડવા
જેવો છે. આ વાત સાંભળતાં મૂઢ જીવો કહે છે કે ‘વ્રત તે મોક્ષનું કારણ નથી