Atmadharma magazine - Ank 284
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 45

background image
: ૨૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૩
ભગવન ઋષભદવ
તેમની આત્મિક – આરાધનાની પવિત્ર કથા
ભગવત્ જિનસેનસ્વામી રચિત મહાપુરાણના આધારે: લે. બ્ર. હરિલાલ જૈન
(લેખાંક – ૧૪)
જેમના દશ અવતારની પવિત્ર કથા ચાલી રહી છે
કેવળજ્ઞાનનો ઉત્સવ અને સમવસરણની રચના
આપણા ચરિત્રનાયક ભગવાન ઋષભદેવને કેવળજ્ઞાન થયું, તેઓ સર્વજ્ઞ
થયા, અરિહંત થયા, તીર્થંકર થયા. જે વખતે પ્રભુને કેવળજ્ઞાન થયું તે જ વખતે
ભરતરાજાના શસ્ત્રભંડારમાં ચક્રરત્ન ઉત્પન્ન થયું, અને તે જ વખતે તેને ત્યાં
પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. એક સાથે ત્રણે વધામણી ભરતને પહોંચી. ત્યારે, ચક્રવર્તીનું
રાજ અને પુત્ર એ બંને કરતાં પણ ધર્મને મહાન સમજનારા મહારાજા ભરત સૌથી
પહેલાં ઋષભદેવ પ્રભુના કેવળજ્ઞાનનો ઉત્સવ કરવા તૈયાર થયા, ને અતિશય
આનંદપૂર્વક ધામધૂમથી કેવળીપ્રભુનું પૂજન કરવા સમવસરણ તરફ ચાલ્યા. એને
અપાર આનંદ છે; તો આપણને ય ક્યાં ઓછો આનંદ છે? એની સવારી ભગવાન
પાસે પહોંચે ત્યાર પહેલાં આપણે સમવસરણમાં પહોંચી જઈએ ને ત્યાંની કેવી
અદ્ભુત શોભા છે તે જોઈએ.
ભગવાનને કેવળજ્ઞાન થતાં ફરી પાછું ઈંદ્રાસન ડોલી ઊઠ્યું; આખા જગતનો
સંતાપ નષ્ટ થયો ને શાંતિ છવાઈ ગઈ; ત્રણલોકમાં ક્ષોભ થયો; સ્વર્ગના વાજિંત્રો જાણે
કે ભગવાનના દર્શનનું સુખ લેવા માટે દેવોને નિમંત્રણ આપતા હોય તેમ સ્વયમેવ
વાગી ઊઠ્યા. ઈન્દ્રે અવધિજ્ઞાનવડે ભગવાનને કેવળજ્ઞાન થવાનું જાણતાં જ અત્યંત
આનંદિત