Atmadharma magazine - Ank 284
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 45

background image
: જેઠ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૯ :
થઈને નમસ્કાર કર્યા; અને ભગવાનના કેવળજ્ઞાનનો ઉત્સવ કરવા આવી પહોંચ્યા.
દેવરૂપી કારીગરોએ અત્યંત ભક્તિપૂર્વક બનાવેલા ઉત્તમ સમવસરણની દિવ્ય શોભા
દેખતાં જ ઈન્દ્રને પણ આશ્ચર્ય થયું. અહો! જાણે ત્રણલોકનું મંગલ દર્પણ હોય! એવા
સમવસરણનું વર્ણન સાંભળતાંય ભવ્યજીવોનું મન પ્રસન્ન થાય છે, તો એનાં સાક્ષાત્
દર્શનની શી વાત! રત્નોની રજથી બનેલો ધૂલીશાલકોટ સોનાનાં સ્થંભ ને
મણિરત્નોનાં તોરણોથી શોભતો હતો, અંદર ચાર રસ્તા વચ્ચે અત્યંત ઊંચા ને
અદ્ભુત ચાર માનસ્તંભ હતાં, એને દૂરથી દેખતાં જ મિથ્યાદ્રષ્ટિ જીવોનું માન થંભી
જતું હતું. ભગવાનના અનંત ચતુષ્ટયના ચિહ્ન જેવા ચાર માનસ્તંભમાં
જિનેન્દ્રભગવાનની સુવર્ણ પ્રતિમાઓ હતી. માનસ્તંભ ઈન્દ્રે રચેલ હોવાથી તેને
ઈન્દ્રધ્વજ પણ કહે છે. તેની બાજુમાં પવિત્ર વાવડી હતી ને થોડે દૂર સમવસરણને
ફરતી પાણીની પરિખા હતી, પછી લતાવન હતું; લતાવનમાં ઈન્દ્રોના વિશ્રામ માટે
ચંદ્રકાન્તમણિની બેઠકો હતી. ત્યારપછી સોનાનો કોટ હતો, તેના ચાર દરવાજા ૧૦૮
મંગળદ્રવ્યોથી શોભતા હતા; ને તેની બાજુમાં નવનિધિ હતી,–જાણે કે ભગવાને એ
નિધિનો તિરસ્કાર (–ત્યાગ) કરી દીધો તેથી તે દરવાજાની બહાર ઊભીઊભી સેવા
કરતી હોય! પછી નાટ્યશાળા તથા ધૂપઘટને ઓળંગીને આગળ જતાં સુંદર વન
આવતું હતું; જાણે કે ઝાડનાં પુષ્પોવડે એ વન પ્રભુજીને પૂજી રહ્યું હોય! એવું
સુશોભિત હતું. એ વનનાં વૃક્ષ એટલા બધા પ્રકાશવાળા હતાં કે ત્યાં દિવસ–રાતનો
ભેદ પડતો ન હતો. અશોકવનની વચ્ચે અશોક નામનું એક મોટું ‘ચૈત્યવૃક્ષ’ હતું,–
જે અષ્ટમંગલથી તથા જિનપ્રતિમાથી શોભતું હતું.–એ જોતાં ઈન્દ્રને પણ એમ થતું કે
અહો! જેમના સમવસરણના વૈભવનું આવું અદ્ભુત માહાત્મ્ય, તે ભગવાન
ઋષભદેવના અનુપમ કેવળજ્ઞાન–વૈભવની તો શી વાત! સુંદર વનવેદિકા પછી
સુવર્ણના થાંભલા પર ૪૩૨૦ ધ્વજાઓની હાર ફરકતી હતી, જે ભગવાનના
મોહનીયકર્મ ઉપરના વિજયને પ્રસિદ્ધ કરતી હતી. (આ ધ્વજસ્તંભ, માનસ્તંભ,
ચૈત્યવૃક્ષ, વગેરેની ઊંચાઈ તીર્થંકરોના શરીરની ઊંચાઈથી બારગણી હોય છે.)
ધ્વજાઓની ભૂમિકા પછી ચાંદીનો મોટો ગઢ હતો, જે ચાર દરવાજાથી અત્યંત
શોભતો હતો. તેની અંદર દૈદીપ્યમાન કલ્પવૃક્ષોનું ઉત્તમ વન હતું; ને તેની મધ્યમાં
સિદ્ધપ્રભુની પ્રતિમા સહિત સિદ્ધાર્થવૃક્ષ શોભતું હતું. ઊંચાઊંચા નવ સ્તૂપ–મંદિરો
સિદ્ધ અને અર્હન્તપ્રતિમાઓ વડે બહુ આનંદકારી લાગતા હતા. એનાથી થોડે દૂર
સ્ફટિકમણિનો વિશુદ્ધ કોટ એમ સૂચવતો હતો કે આ જિનેન્દ્રભગવાનની સમીપમાં
ભવ્ય જીવનાં