Atmadharma magazine - Ank 284
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 40 of 45

background image
: જેઠ : ૨૪૯૩ આત્મધર્મ : ૩૭ :
છે. આ શરીર તો પુદ્ગલ છે, પણ આ બધાયને જે જ્ઞાન જાણે છે તે જ્ઞાનમાં જીવ રહે છે.
દરેક વસ્તુ પોતપોતાના ગુણોમાં વસે છે, જીવ પોતાના જ્ઞાનગુણમાં વસે છે.
પ્રશ્ન:– મારે મોક્ષમાં જવું છે તો કેવી રીતે જવાય? (જયેન્દ્ર જૈન)
ઉત્તર:– સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધના કરવાથી મોક્ષદશા પ્રગટે. મોક્ષ
મેળવવા માટે બીજે ક્યાંય બહાર જવાની જરૂર નથી, આત્મામાં જ રહીને મોક્ષદશા
પ્રગટ થાય છે.
પ્રશ્ન:– જીવની ૧૪ માર્ગણા છે, તેમાંથી સમકિત–માર્ગણાનાં છ સ્થાન કહ્યાં છે, તે
ક્યા ક્યા? (અરવિંદ જે. જૈન મોરબી)
ઉત્તર:– સમ્યક્ત્વની અપેક્ષાએ જીવને શોધવો હોય તો તે સમ્યક્ત્વના છ
સ્થાનોમાંથી કોઈ એક સ્થાનમાં હોય. સમ્યક્ત્વનાં છ સ્થાનો–ક્ષાયિક સમ્યક્ત્વ, ઉપશમ
સમ્યક્ત્વ, ક્ષાયોપશમિક, સમ્યક્ત્વ, મિશ્ર સાસાદન અને મિથ્યાત્વ. મિથ્યાત્વ તે પણ
સમ્યક્ત્વની વિપરીત દશા છે, એટલે સમ્યક્ત્વમાર્ગણામાં તે પ્રકાર પણ બતાવવો
જોઈએ. એ જ રીતે જ્ઞાનમાર્ગણામાં અજ્ઞાનવાળા જીવોનું પણ વર્ણન આવે;
કષાયમાર્ગણામાં અકષાયીજીવોનું પણ વર્ણન આવે.–જીવોના બધા પ્રકારોની ઓળખાણ
કરાવવાની આ રીત છે.
* ઉમરાળાથી જયેશ જૈન (No. ૪૦૦) લખે છે કે–મને મારું જન્મદિવસનું કાર્ડ
ને ભગવાનનો ફોટો મળ્‌યો–અને ખૂબ જ આનંદ થયો છે. હું અહીં હંમેશાં ગુરુદેવની
જન્મભૂમિમાં જિનેન્દ્રભગવાનના દર્શન કરવા જાઉં છું.
* રાજકોટથી ભરતકુમાર જૈન (સ. નં. ૪૦) લખે છે કે–“જન્મદિવસનું કાર્ડ
અને ગુરુદેવનો ફોટો મળવાથી અત્યંત આનંદ થયો છે. મને તો લાગે છે કે આજે મારો
તો પહેલવહેલો જ જન્મદિવસ થયો. આ દિવસે ગુરુદેવશ્રીના આશીર્વાદ તેમજ
સાધર્મીબંધુના પ્રેમથી આજના નવા વર્ષથી ધર્મપ્રત્યે વિશેષ લાગણી થાય છે. નવા
જન્મદિનના દિવસે ગુરુદેવને કોટિકોટિ વંદનપૂર્વક ખુશાલીમાં પંદર રૂપિયા
બાલવિભાગને ભેટ મોકલ્યા છે.”
* લીંબડીથી તરુણાબેન જૈન (સ. નં. ૬૮) લખે છે–મને જે વાતનો ખ્યાલ ન
હતો તે જન્મદિવસના કાર્ડથી અને પૂ. ભગવતી માતાઓના ફોટાના દર્શનથી થયો.
મનુષ્યજન્મનું મહત્વ મને આજ સુધી સમજાયું ન હતું. ગુરુદેવના ભક્ત થયા પછી