Atmadharma magazine - Ank 284
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 45

background image
: ૩૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૩
એ વાત સમજાણી. ચોથી તારીખે મારો જન્મ હોવાથી હું ચોથું ગુણસ્થાન પામું ને આ
૧૪મું વર્ષ બેસતું હોવાથી ભવિષ્યમાં ૧૪મું ગુણસ્થાન પામું–એવી ભાવના જન્મદિવસે
ભાવું છું. પૂ. ગુરુદેવ અને પૂ. ભગવતી માતાઓનાં દર્શન મને ને મારા કુટુંબીજનોને
આગળ વધવાના પુરુષાર્થમાં વિશેષ ઉપયોગી છે. હું રોજ ઊઠીને તેમને વંદન કરું છું
અને મારા જન્મ–મરણના ફેરા ટળે એવી પ્રાર્થના કરું છું
મને વિચારો ખૂબ આવે છે પણ પ્રતિકૂળ સંયોગો ઘણા હોવાથી અમલમાં મુકી
શક્તી નથી; છતાં આકુળતા કે કલેશ થતો નથી. આવા ગુુરુ મળ્‌યા પછી કલેશ થાય
ખરો? ગુરુદેવના શરણે રહી મને તો નિરંતર પૂ. ભગવતી માતાઓની સેવા કરવાની ને
તેમના ચરણમાં રહેવાની ભાવના છે; તે સફળ થાય તેવું માંગું છું.
जयजिनेन्द्र
* “ખાવામાં જેમ કેરીનો રસ વહાલો છે એથી અધિક મને જૈનધર્મ વહાલો છે,
ને એના ઉપર પ્રેમ છે.” (સ. નં. ૬૬૭ વીંછીયા)
(એમ. એમ. પટેલ: મુંબઈ) ભાઈશ્રી, આત્મધર્મ અંક ૨૮૨ માં જણાવેલ ચાર
જીવોમાંથી ત્રણ જીવોને નમસ્કાર કરીને ચોથા જીવ બાબત આપે પૂછ્યું, તો જણાવવાનું
કે તેમનું નામ નારણભાઈ હતું, ને તેઓ અનેક વર્ષ ગુરુદેવના પરિચયમાં રહ્યા હતા.
દસેક વર્ષ પહેલાં તેઓ સ્વર્ગવાસ પામી ગયા છે. (બયાના શહેરમાં સીમંધરપ્રભુના
દર્શન વખતે ગુરુદેવના વિશિષ્ટ ઉલ્લાસનો ખાસ પ્રસંગ બનેલો તેથી તે સંબંધી કેટલીક
વાત પ્રસિદ્ધિમાં મુકી હતી; બાકી ગુરુદેવના શ્રીમુખથી બીજી ઘણી આનંદકારી વાત
આવતી હોય છે, એ બધી કાંઈ આત્મધર્મમાં આપી શકાય નહીં. માટે જ સાક્ષાત્
સત્સંગની બલિહારી છે.)
પ્રશ્ન:– ઘણીવાર રાગ–દ્વેષને પુદ્ગલ કે અજીવ કહેવામાં આવે છે–તે કઈ
અપેક્ષાએ?
(અરવિંદ જે. જૈન, મોરબી)
ઉત્તર:– રાગ–દ્વેષ શુદ્ધજીવસ્વભાવમાં નથી; એટલે જ્યારે શુદ્ધજીવસ્વભાવને
દ્રષ્ટિમાં લઈને જોઈએ ત્યારે તેમાં રાગ–દ્વેષ નથી, એટલે રાગ–દ્વેષ જીવના નથી–માટે
જીવથી વિરુદ્ધ એવા અજીવના છે–એમ કહેવામાં આવે છે. રાગ–દ્વેષ તો જો કે જીવની
અશુદ્ધપર્યાયમાં છે, પણ તે અશુદ્ધતાય જીવનો સ્વભાવ નથી. આ રીતે રાગ–દ્વેષને અજીવ
કહીને, રાગ–દ્વેષ વગરનો શુદ્ધજીવ કેવો છે તે ઓળખાવ્યો છે. તેથી ‘રાગ–દ્વેષ અજીવના
છે’ એ સાંભળીને અજીવમાં રાગ–દ્વેષને શોધવાના નથી પરંતુ રાગ–દ્વેષ વગરનો