: જેઠ : ૨૪૯૩ આત્મધર્મ : ૩૯ :
શુદ્ધજીવ કેવો છે તે લક્ષમાં લેવાનું છે. અને આ રીતે શુદ્ધજીવને જે લક્ષમાં લ્યે. તેને જ
રાગ–દ્વેષને અજીવ કહેવાનું રહસ્ય સમજાય છે.
પ્રશ્ન:– ચૈતન્યશક્તિ આત્મા, આ જડરૂપ શરીરમાં શું ભાગ ભજવે છે?
(બકુલ ખારા, રાયપુર No. 1317)
ઉત્તર:– શરીરમાં કાંઈ જ ભાગ ભજવતો નથી; આત્મા પોતે પોતામાં કાં તો
જ્ઞાન અથવા તો મોહભાવ કરે છે.
પ્રશ્ન:– આત્મા અને શરીર ભિન્ન હોવા છતાં નવા નવા શરીરોમાં આત્મા કેમ
સ્થાનાંતર કર્યા કરે છે? ને જુના રૂપને કેમ ભૂલી જાય છે.? (No 1317)
ઉત્તર:– આત્મા અને શરીર જુદા હોવા છતાં, શરીર સાથે એકત્વબુદ્ધિને લીધે
(એટલે કે શરીર હું છું એવી દેહબુદ્ધિને લીધે) જીવને નવા નવા શરીરનો સંયોગ થયા કરે
છે જો તે ભેદજ્ઞાન કરીને નિર્મોહદશા પ્રગટ કરે તો તેને ફરીને શરીરનો સંબંધ થાય નહીં.
જુના રૂપને એટલે કે પૂર્વના ભવોને તે ભૂલી જાય છે તેનું કારણ એ છે કે
અજ્ઞાનને લીધે તેની જ્ઞાનશક્તિ ઘણી જ અલ્પ થઈ ગઈ છે. જ્ઞાનશક્તિની ખીલવટ કરે
તો જીવ બધું જાણી શકે છે.
પ્રશ્ન:– જડ–શરીરના અંગોને ગતિમાન કરતી શક્તિ ક્યાંથી આવે છે? (No
1317)
ઉત્તર:– જડ–શરીરના પુદ્ગલોમાં જ ગમન કરવાની એક તાકાત છે, એટલે તેનું
ગતિમાન થવું કે સ્થિર થવું–એ તેના સ્વભાવથી થાય છે, કોઈ બીજાવડે નહીં.
પ્રશ્ન:– નિશ્ચિત સમય થતાં આત્મા આ શરીરમાંથી પ્રસ્થાન કેમ કરી જાય છે?
(1317)
ઉત્તર:– શરીર એ આત્માની સ્વાભાવિક વસ્તુ નથી, એ તો સંયોગરૂપ છે, ને
સંયોગ તેનો વિયોગ થાય જ. એટલે આત્મા અવિનાશીપણે પોતાના ભાવઅનુસાર
બીજે ચાલ્યો જાય છે. સંયોગ સદા એક સરખા રહે નહીં. શરીરનો સંયોગ છે ત્યારે પણ
આત્મા ચેતનરૂપે રહ્યો છે ને શરીર જડરૂપે રહ્યું છે,–બંને જુદાં જ રહ્યા છે.–એ જુદાંને
જુદા સ્વરૂપે ઓળખવાં તેનું નામ ભેદજ્ઞાન છે.
પ્રશ્ન:– આત્મામાં લીનતા કરવા જતાં વચ્ચે શરીરના વિચારો કેમ આવે છે?
ઉત્તર:– લીનતાના પ્રયત્ન પહેલાં આત્માનું વાસ્તવિકસ્વરૂપ લક્ષગત કરવું
જોઈએ.