રાગને એકસ્વાદપણે નથી અનુભવતો, પણ ચૈતન્યના સ્વાદને રાગથી જુદો જ અનુભવે
છે. ચૈતન્યના આનંદના નિધાનને પહેલાં અજ્ઞાનથી તાળાં દીધા હતા તે તાળાંને
ભેદજ્ઞાનરૂપી ચાવી વડે ખોલી નાંખ્યા, ચૈતન્યના આનંદનિધાનને ખુલ્લા કરીને તેનું
સ્વસંવેદન કર્યું. જ્યાં પોતાના નિજરસને જાણ્યો ત્યાં વિકારનો રસ છૂટી ગયો, તેનું
કર્તૃત્વ છૂટી ગયું. પહેલાં નિરંતર વિકારનો સ્વાદ લેતો તેને બદલે હવે નિરંતર
સ્વભાવના આનંદનો સ્વાદ લ્યે છે.
મતિશ્રુતજ્ઞાનથી ચૈતન્યના અતીન્દ્રિય આનંદનું સ્વસંવેદન કરે છે. અહા, જગતના રસથી
જુદી જાતનો ચૈતન્યનો રસ છે. ઈન્દ્રપદના વૈભવમાં પણ તે રસ નથી. સમકિતી ઈન્દ્રો
જાણે છે કે અમારા ચૈતન્યના અતીન્દ્રિય સ્વાદ પાસે આ ઈંદ્રપદ તો શું!–આખા જગતનો
વૈભવ પણ તૂચ્છ છે. ચૈતન્યનો રસ અત્યંત મધુર...અત્યંત શાંત! અત્યંત નિર્વિકાર...
જેના સંવેદનથી એવી તૃપ્તિ થાય કે આખા જગતનો રસ ઊડી જાય. શાં...ત........શાં...ત
ચૈતન્યનું મધુરું વેદન થયું ત્યાં આકુળતાજનક એવા કષાયોનું કર્તૃત્વ કેમ રહે?
કષાયોથી અત્યંત ભિન્નતાનું ભાન થયું. જુઓ, સ્વસન્મુખ થઈને આવા સ્વાદનું
સ્વસંવેદન કરવાની મતિ–શ્રુતજ્ઞાનની તાકાત છે. મતિશ્રુતને સ્વસન્મુખ કરીને ધર્માત્મા
આવા ચૈતન્યસ્વાદનું પ્રત્યક્ષ સ્વસંવેદન કરે છે.
તો બધું સુગમ છે. આ ભાવો સમજે તો અમૃતના સાગર ઊછળે ને ઝેરનો સ્વાદ છૂટી
જાય. ભેદજ્ઞાનનો આ મહિમા છે. ભેદજ્ઞાન થતાં જ જીવની આવી દશા થાય છે. જ્ઞાની
ધર્માત્મા ચૈતન્યરસના સ્વાદ પાસે જગતના બધા સ્વાદ પ્રત્યે સદાય ઉદાસીન
અવસ્થાવાળો થયો છે, રાગાદિને પણ અત્યંત ઉદાસીન અવસ્થાવાળો રહીને માત્ર જાણે
જ છે, પણ તેનો કર્તા થતો નથી. આ રીતે જ્ઞાયકસ્વભાવને જ સ્વપણે અનુ–