Atmadharma magazine - Ank 285
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 45

background image
: : આત્મધર્મ : અષાડ : ૨૪૯૩
ભવતો જ્ઞાની નિર્વિકલ્પ–અકૃત્રિમ–એક વિજ્ઞાનઘનપણે પરિણમતો થકો અન્યભાવોનો
અત્યંત અકર્તા જ છે.–આવી દશાથી સાધક ઓળખાય છે. આવી અંતરદશાથી જ્ઞાનીને
ઓળખતાં અતિ આનંદ થાય છે ને વિકારમાં તન્મયબુદ્ધિરૂપ અજ્ઞાનનો નાશ થઈને
અપૂર્વ ભેદજ્ઞાન પ્રગટ થાય છે.
અંતરમાં અમૃતના સાગરમાં ડુબકી દઈને ધર્માત્માઓએ ચૈતન્યના
અજ્ઞાનથી જ વિકારનું કર્તાપણું છે, ને જ્ઞાનથી તે કર્તાપણાનો નાશ થાય છે–
આમ જે જીવ જાણે છે તે સકલ પરભાવનું કર્તૃત્વ છોડીને જ્ઞાનમય થાય છે. નિશ્ચયને
જાણનારા જ્ઞાનીઓએ એમ કહ્યું છે કે આત્મા અજ્ઞાનથી જ વિભાવનો કર્તા થાય છે.
જ્યાં ભિન્ન ચૈતન્યસ્વભાવનું ભાન થયું ત્યાં પોતાના શુદ્ધચૈતન્ય સિવાય બીજે ક્્યાંય
આત્મવિકલ્પ થતો નથી, એટલે તે જ્ઞાની સમસ્ત પરભાવને પોતાના સ્વભાવથી ભિન્ન
જાણતો થકો તેનું કર્તૃત્વ છોડી દે છે.
જુઓ, આ જ્ઞાનનું કાર્ય! જ્ઞાની થયો તે આત્મા પોતાના ચૈતન્યના ભિન્ન
સ્વાદને જાણે છે. જ્યાં ચૈતન્યના અત્યંત મધુર શાંતરસનો સ્વાદ જાણ્યો ત્યાં કડવા
સ્વાદવાળા કષાયોમાં આત્મબુદ્ધિ કેમ થાય? રાગાદિ ભાવો મારા સ્વભાવમાંથી ઉત્પન્ન
થયેલા છે–એમ જ્ઞાનીને જરાપણ ભાસતું નથી. શુદ્ધજ્ઞાનમય પરમ ભાવ જ તેને પોતાનો
ભાસે છે, તેથી શુદ્ધજ્ઞાનમય સ્વભાવના આધારે તેને નિર્મળ જ્ઞાનભાવોની જ ઉત્પત્તિ
થાય છે અને તેનો જ તે કર્તા થાય છે. વિકલ્પની ઉત્પત્તિ જ જ્યાં મારા જ્ઞાનમાં નથી તો
પછી તે વિકલ્પવડે જ્ઞાનની પુષ્ટિ થાય–એ વાત ક્્યાં રહી?–આથી જ્ઞાનીને જ્ઞાનથી
ભિન્ન સમસ્ત વિકલ્પોનું કર્તૃત્વ છૂટી ગયું છે. આ રીતે રાગના કર્તૃત્વરહિત એવા
જ્ઞાનપરિણમન વડે જ્ઞાની ઓળખાય છે.
(સ. ગા. ૯૭ ના પ્રવચનમાંથી)
*