Atmadharma magazine - Ank 285
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 45

background image
: અષાડ : ૨૪૯૩ આત્મધર્મ : ૯ :
તેમની આત્મિક–આરાધનાની પવિત્ર કથા
ભગવત્ જિનસેનસ્વામી રચિત મહાપુરાણના આધારે: લે. બ્ર. હરિલાલ જૈન
[લેખાંક–૧૪]
– * –
જેમના દશ અવતારની પવિત્રકથા હવે પૂર્ણતા તરફ
પહોંચી રહી છે એવા આપણા ચરિત્રનાયક ભગવાન ઋષભદેવ
જયવર્મા અને મહાબલના ભવમાં જૈનધર્મના સંસ્કાર પામ્યા;
ત્યાંથી લલિતદેવ થઈને પછી વજ્રજંઘ રાજા થયા ને વનમાં
મુનિઓને આહારદાન કર્યું. (તે વખતે ભરત–બાહુબલી વગેરેના
જીવોએ તથા ચાર તિર્યંચોએ તેની અનુમોદના કરી.) ત્યાંથી
ભોગભૂમિમાં ઉપજીને છ જીવો સમ્યગ્દર્શન પામ્યા. પછી
શ્રીધરદેવ, સુવિધિરાજા અને અચ્યુતઈન્દ્ર થઈને વજ્રનાભી
ચક્રવર્તી થયા...૧૧ મા ગુણસ્થાને દેહ છોડી સર્વાર્થસિદ્ધિમાં ગયા
ને પછી અયોધ્યામાં ઋષભદેવપણે અવતરીને
પુરિતમાલનગરીમાં કેવળજ્ઞાન પામ્યા છે, સમવસરણ રચાયું
છે...ચાલો, આપણે પણ ત્યાં પહોંચી જઈએ.
ભગવાન ઋષભદેવના કેવળજ્ઞાનના મંગલસમાચાર વિશ્વભરમાં પ્રસરી ગયા... ને
ભવ્ય જીવોના ટોળેટોળા સમવસરણ તરફ આવવા લાગ્યા. ભગવાનના કેવળજ્ઞાનનો ઉત્સવ
ઉજવવા અયોધ્યાથી રવાના થયેલી ભરત મહારાજાની સવારી ઠાઠમાઠ સહિત
પુરિતમાલનગરીમાં સમવસરણ સમીપ આવી પહોંચી. બધા કાર્યોમાં સૌથી પહેલું ધર્મનું કાર્ય
કરવું જોઈએ–એમ સમજનારા ભરતે, ચક્રરત્ન તથા પુત્રજન્મના ઉત્સવ પહેલાં ભગવાનના
કેવળજ્ઞાનની પૂજા કરવાનો નિશ્ચય કર્યો હતો. બાહુબલી વગેરે નાના ભાઈઓ, અનેક
રાણીઓ, પુત્રો, તથા મુખ્ય નગરજનો પણ સાથે હતા; આનંદનાં વાજાં વાગતા હતા.
ભરતરાજાએ પહેલાં સમવસરણની પ્રદક્ષિણા કરી ને માનસ્તંભની પૂજા કરીને આગળ
વધ્યા. આઠભૂમિ તથા ત્રણ કોટની આશ્ચર્યકારી શોભા નીહાળતા પીઠિકા પાસે પહોંચ્યા,