તેમણે પણ ભગવાનના પ્રથમ ઉપદેશથી સંબોધિત થઈને ભગવાનના ચરણોમાં
મુનિદીક્ષા ધારણ કરી ને તેઓ ભગવાનના પ્રથમ ગણધર થયા; ભગવાનના જે પુત્ર
હતા તે જ તેમના ધર્મપુત્ર (ગણધર) થયા; ને સાત ઋદ્ધિ તથા ચાર જ્ઞાનવડે શોભી
ઊઠયા; આ ઉપરાંત આહારદાન દેનારા રાજા સોમપ્રભ, શ્રેયાંસકુમાર તથા અન્ય
રાજાઓ પણ દીક્ષા લઈને ભગવાનના ગણધર થયા. ભગવાનની પુત્રી અને ભરતની
નાની બહેન બ્રાહ્મીદેવી પણ ભગવાન સમીપ દીક્ષિત થઈને આર્યિકાઓના સંઘના
ગણિની બન્યા, દેવોએ પણ તેની પૂજા કરી. ભગવાનની બીજી પુત્રી ને બાહુબલીની
સહોદરા સુંદરીદેવીએ પણ પ્રભુચરણોમાં વૈરાગ્યપૂર્વક દીક્ષા લીધી; બીજા પણ કેટલાય
રાજાઓ, રાજકુમારો ને રાજપુત્રીઓએ સંસારથી ભયભીત થઈને દીક્ષા ધારણ કરી.
શ્રુતકીર્તિ નામના અતિશય બુદ્ધિમાન પુરુષે શ્રાવકવ્રત ગ્રહણ કર્યા, ને દેશવ્રતી
શ્રાવકોમાં તે શ્રેષ્ઠ થયા; એ જ રીતે પવિત્ર અંતઃકરણવાળી સતી પ્રિયવ્રતાએ
શ્રાવિકાનાં વ્રત ધારણ કર્યા ને શ્રાવિકાઓમાં તે શ્રેષ્ઠ થઈ. આ રીતે ભગવાન
ઋષભદેવના શાસનમાં આ ભરતક્ષેત્રમાં મુનિ–અર્જિકા–શ્રાવક ને શ્રાવિકારૂપ
ચતુર્વિધસંઘની સ્થાપના થઈ.
તત્ત્વનું યથાર્થ સ્વરૂપ સમજીને ફરીથી દીક્ષિત થયા ને ભાવલિંગી મુનિ થયા. બીજા
અનેક ઉત્તમ રાજાઓએ પણ દીક્ષા લીધી; તેમાં ભગવાનના પુત્ર અનંતવીર્ય (ભરતના
ભાઈ) પણ ભગવાન પાસે દીક્ષા લઈને, અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટાવી આ
અવસર્પિણી યુગમાં સૌથી પહેલા મોક્ષ પામ્યા. દેવોએ પણ તેમની પૂજા કરી. આ રીતે
ભગવાનની દિવ્યધ્વનિ શરૂ થતાં ભરતક્ષેત્રમાં મોક્ષનાં દરવાજા ખુલ્યાં.
દર્શનવિશુદ્ધિ