પાછા ફર્યા; તેમની સાથે સાથે બાહુબલી વગેરે નાના ભાઈઓ પણ આનંદપૂર્વક
જગતગુરુની વંદના કરીને પાછા ફર્યા.
અને મન પ્રસન્ન થઈ રહ્યું છે એવા સૌધર્મ–ઈન્દ્રે સ્થિરચિત્તે ભગવાનની સ્તુતિ શરૂ કરી:
હે પ્રભો! મારી બુદ્ધિની મંદતા હોવા છતાં માત્ર ભક્તિથી પ્રેરાઈને હું ગુણરત્નોની ખાણ
એવા આપની સ્તુતિ કરું છું; આપની સ્તુતિવડે ઉત્તમફળ સ્વયં પ્રાપ્ત થાય છે. પવિત્ર
ગુણોનું કીર્તન કરવું તે સ્તુતિ છે, પ્રસન્નબુદ્ધિવાળો ભવ્યજીવ સ્તુતિ કરનાર (સ્તોતા)
છે, સર્વગુણસમ્પન્ન એવા આપ સર્વજ્ઞદેવ સ્તુત્ય છો, અને મોક્ષસુખની પ્રાપ્તિ તે સ્તુતિનું
ફળ છે. હે ભગવાન! આ રીતે આપની સ્તુતિ કરનાર એવા મને આપ આપની
પ્રસન્નદ્રષ્ટિવડે પવિત્ર કરો. પ્રભો! આપની ભક્તિ મને આનંદિત કરી રહી છે તેથી હું
સંસારથી ઉદાસીન થઈને આપની સ્તુતિમાં લીન થયો છું. હે દેવ! રાગ–દ્વેષરહિત એવા
આપનું શરીર વસ્ત્રાભૂષણ વગર જ સર્વોત્કૃષ્ટપણે શોભી રહ્યું છે; આપે ક્રોધ કર્યા વગર
જ મોહશત્રુને હણી નાંખ્યો; આપની પ્રભુત્વશક્તિ મહાન આશ્ચર્યકારી છે. પ્રભો!
આપની વીતરાગદ્રષ્ટિ અમને પવિત્ર કરી રહી છે. જેમાંથી દિવ્યવાણીરૂપી અમૃત ઝરે છે
ને ભવ્યજીવોને જીવન આપે છે એવું આપનું શ્રીન્મુખ, જાણે કે ધર્મનો ખજાનો હોય એવું
શોભી રહ્યું છે; અને આ પણ એક આશ્ચર્યની વાત છે કે આપની વાણીમાં એક સાથે
અનેક પ્રકારની ભાષાઓ ઉત્પન્ન થાય છે, આપના તીર્થંકરત્વનો જ એ કોઈ અચિંત્ય
મહિમા છે. આપના આત્માની તો શી વાત, આપના દેહ અને વાણી પણ એવા
અસાધારણ છે કે જગતને આનંદિત કરે છે. પ્રભો! આપનું આ સમવસરણરૂપી વિમાન
પૃથ્વીને નહિ સ્પર્શતું થકું સદા આકાશમાં જ વિદ્યમાન રહે છે; આપની સમીપ ૧૦૦
યોજનમાં ક્્યાંય દુષ્કાળ વગેરે ઉપદ્રવ હોતો નથી; સિંહ–વાઘ જેવા હિંસક પ્રાણીઓ પણ
આપનો ધર્મોપદેશ સાંભળીને અહિંસક બની જાય છે; પ્રભો! ઘાતીકર્મોને નષ્ટ કર્યા
હોવાથી અસાતા વેદનીય આપને ફળ આપી શકતું નથી. તેથી નથી તો આપને ક્ષુધા, કે
નથી આહાર. આપ તો અનંત અતીન્દ્રિય સુખના ભોક્તા છો. પ્રભો! આપને દેખતાં
દેવોને એટલો આનંદ થાય છે કે એમનાં નેત્રો પલકાર પણ મારતાં નથી. પ્રભો, આપ
આપના