Atmadharma magazine - Ank 285
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 45

background image
: અષાડ : ૨૪૯૩ આત્મધર્મ : ૩૯ :
ઉત્તર:– ભાઈશ્રી, આત્મા પોતે જ્યારે સ્વતંત્ર વસ્તુ છે ત્યારે તેનો પુરુષાર્થ પરતંત્ર
કેમ હોય? એક કાર્ય સર્વજ્ઞ ભગવાને જોયું હતું ત્યારે જ થયું તેથી કાંઈ તેમાંથી પુરુષાર્થ ઊડી
જતો નથી, કેમકે સર્વજ્ઞ ભગવાને જેમ કાર્ય જોયું છે તેમ તેનો પુરુષાર્થ પણ ભેગો જ જોયો છે.
જેમકે એક જીવને અમુક દિવસે સમ્યગ્દર્શન થવાનું છે એમ ભગવાને જોયું છે, તો સાથે સાથે
એમ પણ જોયું છે કે તે દિવસે જીવ સાચો પુરુષાર્થ ઉપાડીને સ્વસન્મુખ થશે. કાંઈ સર્વજ્ઞે એમ
નથી જોયું કે તે જીવને સાચા પુરુષાર્થ વગર સમ્યગ્દર્શન થઈ જશે! અને એક નિયમ છે કે
સર્વજ્ઞની ઓળખાણ કરનારને સાચો પુરુષાર્થ જરૂર હોય છે, કેમકે જેણે સર્વજ્ઞને ઓળખ્યા
તેણે આત્માનો સ્વભાવ ઓળખ્યો. (આ વિષય ગંભીર અને મહત્ત્વનો છે; અહીં માત્ર ટૂંકમાં
તમારો જવાબ લખ્યો છે.)
* સ. નં. ૩૧૮ પ્રેમચન્દ જૈન ખૈરાગઢથી લખે છે કે–“મેરે જન્મદિવસકે ઉપલક્ષમેં
અભિનંદન–કાર્ડકી સાથ કુંદકુંદાચાર્યદેવકા ફોટો મિલા, ઉસકો દેખનેસે યહ ભાવના જાગૃત
હોતી હૈ કિ અહો! મેં ભી કબ ઐસે મુનિરાજ કે સમાન બનકર જંગલમેં આત્માકી મસ્તીમેં
વિચરું ઔર જન્મ–મરણકા અભાવ કરું! યહી જન્મદિન ભાવના ભાતા હું
* घोडनदी (મહારાષ્ટ્ર) થી વસંતલાલ જૈન (No. 197) લખે છે કે ત્મધર્મના
બાલવિભાગમાં નવી નવી સામગ્રી વાંચીને બહુ આનંદ થાય છે. સાથે સાથે ગુરુદેવના
પ્રવચનો પણ વાંચીએ છીએ. પરિશ્રમ બદલ શતશ: ધન્યવાદ!
* બોરીવલીથી રાજુલબેન જૈન (No. 1138) લખે છે કે–બાલવિભાગના બીજા હજારો
સભ્યોની જેમ હું પણ એક નાની બાલિકા છું; મને આપણો બાલવિભાગ બહુ જ ગમે છે. આપણે
બધા ‘જિનસંતાન’ છીએ એટલે બધા ભાઈ–બહેન જ છીએ. અહીં બોરીવલીમાં મારવાડીનું
દિગંબર જૈનમંદિર છે, હું ત્યાં રોજ દર્શન કરવા જાઉં છું. ત્યાં ૨૪ પ્રતિમાજી છે, તેમને જોતાં મને
ખૂબ જ આનંદ આવે છે, અને ત્યારે મહાવિદેહક્ષેત્રમાં બિરાજતા સીમંધરભગવાનનું સમવસરણ
યાદ આવે છે, ને એમ થાય છે કે હું પણ ત્યાં હોઉં તો કેવું સારૂં!
પછી આ બહેન પૂછાવે છે કે–કોઈક પ્રતિમાજીના હાથની હથેળીમાં ચિહ્નો હોય છે અને
કોઈકમાં નથી હોતા,–તો આ ચિહ્નોનો અર્થ શું હશે? તથા છાતીમાં વચ્ચે કોઈને ફૂલ જેવું
હોય છે, તે શું હશે?
ઉત્તર:– શ્રી તીર્થંકરદેવના ઉત્તમ દેહમાં કુદરતી રીતે ૧૦૦૮ ઉત્તમ ચિહ્નો (શુભ–
લાંછન) હોય છે–સ્વસ્તિક, પદ્મ વગેરે; તેથી તેની સ્મૃતિરૂપે કોઈ કોઈ પ્રતિમાજીના હાથમાં
તેમજ પગમાં પણ એવાં ચિહ્નો અંકિત હોય છે. એ જ રીતે છાતીમાં વચ્ચે ફૂલ જેવું છે તે
પદ્મ છે, તે પણ એક ઉત્તમ ચિહ્ન જ છે. આપ પ્રતિમાજીનું આ રીતે ધ્યાનથી અવલોકન કરો
છો તે બદલ ધન્યવાદ! (બાકીના પ્રશ્નો આવતા અંકે)