દસલક્ષણી–પર્યુષણ પર્વ:
દસલક્ષણી પર્યુષણપર્વ ભાદરવા સુદ ૪ ને શુક્રવાર
તા. ૮–૯–૬૭ થી શરૂ કરીને ભાદરવા સુદ ૧૪ને રવિવાર
તા. ૧૭–૯–૬૭ સુધી ઉજવાશે. (વચ્ચે એક તિથિ ઘટતી
હોવાથી પર્યુષણ એક દિવસ વહેલા શરૂ થાય છે.) આ
દરમિયાન દશલક્ષણી ધર્મો ઉપર પૂ. ગુરુદેવના ખાસ
પ્રવચનો તેમજ દશલક્ષણધર્મોનું પૂજન વગેરે કાર્યક્રમો થશે.
ત્યારપહેલાં શ્રાવણ વદ ૧૨ થી ભાદરવા સુદ ૪ સુદી
તા. ૧ થી ૮ સપ્ટેમ્બર સુધીના આઠ દિવસો દરમિયાન
દરવર્ષની જેમ રાબેતા મુજબ પૂ. ગુરુદેવના ખાસ પ્રવચનો
થશે.
ઉદ્ઘાટન:
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના ભૂતપૂર્વ પ્રમુખ
મુરબ્બી શ્રી રામજીભાઈના સન્માન નિમિત્તે એકઠા થયેલા
ફંડમાંથી શાસ્ત્રભંડાર માટેનો જે હોલ બાંધવામાં આવેલ
છે તેનું ઉદ્ઘાટન ભાદરવા સુદ ચોથ (તા. ૮–૯–૬૭) ના
રોજ કરવાનું નક્કી થયું છે.
વૈ રા ગ્ય સ મા ચા ર
વાંકાનેરના રહીશ ભાઈશ્રી શિવલાલ લાલચંદ
સંઘવી જેતપુર મુકામે જેઠ વદ આઠમના રોજ અચાનક
હૃદય બંધ પડવાથી સ્વર્ગવાસ પામ્યા છે. જેતપુરના
મુમુક્ષુમંડળમાં તેઓ એક ઉત્સાહી કાર્યકર હતા, તેમજ
ત્યાંના જિનમંદિરના ટ્રસ્ટી હતા, તેમજ દરેક કાર્યોમાં
ઉલ્લાસથી ભાગ લેતા હતા. દેવ–ગુરુ–ધર્મના શરણે
તેમનો આત્મા આત્મહિત પામો.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય: સોનગઢ (સૌરાષ્ટ્ર) (પ્રત: ૨૩૦૦)