
તે પોતાથી નીચા માને છે.
છોડ, ને પોતાના આત્માનું વાત્સલ્ય કર. ધર્માત્મા પ્રત્યે, વ્રતી પ્રત્યે, તેમ જ સ્વાધ્યાયમાં
ને જિનપૂજનમાં વાત્સલ્ય કરો. સમ્યક્ચારિત્રરૂપી આભરણથી ભૂષિત એવા સાધુજનોનું
જે સ્તવન કરે છે, મહિમા કરે છે તેને વાત્સલ્યગુણ હોય છે, તે સુગતિને પામે છે ને
દુર્ગતિનો નાશ કરે છે.
શ્રુતજ્ઞાનાવરણ કર્મનો રસ સુકાઈ જાય છે ને સકલવિદ્યા સિદ્ધ થાય છે.
વાત્સલ્યગુણધારકને દેવ નમસ્કાર કરે છે અને વાત્સલ્યવડે અનેક પ્રકારની ઋદ્ધિઓ
પ્રગટે છે. ધર્મવાત્સલ્યવડે જ મંદબુદ્ધિ જીવોને પણ મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન ખીલે છે.
વાત્સલ્યના પ્રભાવથી પાપનો પ્રવેશ થતો નથી. તપ પણ વાત્સલ્ય વડે શોભે છે. તપમાં
ઉત્સાહ વગર તપ નિરર્થક છે. આ રીતે જિનેન્દ્રદેવનો માર્ગ વાત્સલ્યવડે જ શોભે છે.
વાત્સલ્યવડે શુભધ્યાન વૃદ્ધિ પામે છે, ને સમ્યગ્દર્શન નિર્દોષ થાય છે. વાત્સલ્યવડે જ
દીધેલું દાન કૃતાર્થ થાય છે; પાત્રમાં પ્રીતિ વગર તથા દેવામાં પ્રીતિ વગર દાન નિંદાનું
કારણ છે. વળી જિનવાણીમાં જેને વાત્સલ્ય હોય તેના વડે જ પ્રશંસાયોગ્ય સાચા
અર્થનો ઉદ્યોત થાય; જિનવાણી પ્રત્યે જેને વાત્સલ્ય ન હોય, વિનય ન હોય તેને સાચો
અર્થ સૂઝે નહીં, તે વિપરીત ગ્રહણ કરશે. આ મનુષ્યજન્મની શોભા વાત્સલ્યથી જ છે.
વાત્સલ્ય વગરનો જીવ બહુ મનોજ્ઞ આભરણ–વસ્ત્રાદિ ધારણ કરે તોપણ પદે પદે તે
નિંદાય છે. આ લોક સંબંધી યશનું, ધર્મનું ને ધનનું ઉપાર્જન વાત્સલ્યવડે જ થાય છે;
તથા પરલોક–સ્વર્ગલોકમાં મહર્દ્ધિક દેવપણું પણ વાત્સલ્યથી જ થાય છે. વાત્સલ્ય વગર
આ લોકનું સમસ્ત કાર્ય બગડી જાય તથા પરલોકમાં દેવાદિ ગતિ પામે નહીં.
વૈયાવૃત્ય, જિનસિદ્ધાંતનું સેવન, સાધર્મીની વૈયાવૃત્ય અને ધર્મમાં અનુરાગ, દાન