Atmadharma magazine - Ank 285
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 45

background image
: અષાડ : ૨૪૯૩ આત્મધર્મ : પ :
દેવામાં પ્રીતિ–એ બધા ગુણો પણ વાત્સલ્યથી જ થાય છે. ષટ્કાય જીવોમાં જે વાત્સલ્ય
કરે છે તે જ ત્રણલોકમાં અતિશયરૂપ એવી તીર્થંકરપ્રકૃતિનું ઉપાર્જન કરે છે. માટે જેઓ
કલ્યાણના ઈચ્છુક છે તેઓ ભગવાન જિનેન્દ્રદેવના ઉપદેશેલા (સમ્યક્ત્વપૂર્વકના)
વાત્સલ્યગુણનો મહિમા જાણી આ ૧૬ મા વાત્સલ્યઅંગનું સ્તવન–પૂજન અને અર્ચન
કરે છે. તેઓ દર્શનની વિશુદ્ધિ પામીને તથા તપનું આચરણ કરીને અહમિન્દ્રાદિ
દેવલોકને પામીને પછી જગતના ઉદ્ધારક તીર્થંકર થઈ નિર્વાણને પામે છે.
સ્થિતિકરણ
“અહો, આવો પવિત્ર જૈનધર્મ! આવો અપૂર્વ
મોક્ષમાર્ગ! પૂર્વે કદી નહિ આરાધેલો આવો મોક્ષમાર્ગ! તેને
સાધીને હવે મોક્ષમાં જવાના ટાણાં આવ્યા છે...તો
આત્માર્થીને તેમાં પ્રમાદ કે અનુત્સાહ કેમ હોય? ઘોરાતિઘોર
ઉપદ્રવમાં પણ પૂર્વે અનેક સંતો મોક્ષમાર્ગથી ડગ્યા નથી,
અડગપણે આત્માના અવલંબને મોક્ષમાર્ગમાં ટકી રહ્યા
છે...ને મારે પણ એમનું જ અનુકરણ કરીને આત્માને
મોક્ષમાર્ગે લઈ જવાનો છે... સંસારના ઘોરતિઘોર દુઃખોથી
હવે આ આત્માને બસ થાઓ...” આમ સંવેગ–નિર્વેદ વગેરે
અનેક પ્રકારે આત્માને ઉત્સાહ જગાડીને, મોક્ષમાર્ગનો
મહિમા પ્રસિદ્ધ કરીને સમકિતી પોતાના આત્માને તેમ જ
બીજાના આત્માને મોક્ષમાર્ગમાં દ્રઢપણે સ્થિર કરે છે, એનું
નામ સ્થિતિકરણ છે.
ધર્માત્મા બીજા સાધર્મીને કદાચિત્ મોક્ષમાર્ગ પ્રત્યે
નિરૂત્સાહી થઈને ડગતો દેખે, તો તેના પ્રત્યે વાત્સલ્ય
બતાવીને તેને માર્ગ પ્રત્યે ઉત્સાહ જગાડે છે.–આવો
સ્થિતિકરણનો ભાવ ધર્મીને સહેજે આવી જાય છે.
(૧૦૦ રત્નોના સંગ્રહમાંથી)