ત્યારે.
તેમાં જો આ ન સમજે તો ક્યાંય આરો આવે તેમ નથી. તારી આત્મવસ્તુ એવી છે કે
એના ઉપર નજર કરતાં જ ન્યાલ કરી દ્યે. ભાઈ, દ્રષ્ટિ કરવા લાયક આત્મા કેવો છે–કે
જેના ઉપર દ્રષ્ટિ મુકતાં સમ્યગ્દર્શનરૂપી બીજ ઊગે ને કેવળજ્ઞાન થાય!–તો કહે છે કે
સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થવાનો જેનો સ્વભાવ છે એવા આત્માને દ્રષ્ટિમાં લે. એને દ્રંષ્ટિમાં
લેતાં જ આનંદસહિત સ્વસંવેદન થશે સમ્યગ્દર્શન થાય ને આનંદસહિત આત્મા પ્રત્યક્ષ
ન થાય–એમ બને નહીં. જેને આનંદનો અનુભવ નથી તેને સમ્યગ્દર્શન થયું જ નથી.
સાચી શ્રદ્ધા છે ને આનંદ નથી, અથવા જ્ઞાન છે ને આનંદ નથી,–એમ કોઈ કહે તો તેણે
અનંતગુણના પિંડને પ્રતીતમાં લીધો જ નથી; આત્મામાં જ્ઞાન–શ્રદ્ધા–આનંદ વગેરે સર્વ
ગુણોનું પરિણમન એક સાથે છે. ‘સર્વગુણાંશ તે સમ્યક્ત્વ’–જોકે સમ્યક્ત્વ તો
શ્રદ્ધાગુણની પર્યાય છે, પણ તે શ્રદ્ધાની સાથે આનંદ છે, જ્ઞાન છે, પ્રત્યક્ષપણું છે, પ્રભુતા
છે,–એમ સર્વે ગુણો ભેગા પરિણમે છે; જ્ઞાન અને આનંદને સર્વથા જુદા માને, અથવા
શ્રદ્ધા અને આનંદને સર્વથા જુદા માને તેને અખંડ આત્માનો અનુભવ જ નથી,
અનેકાન્તની તેને ખબર નથી.
એણે તો રાગને જ આત્મા માન્યો છે. રાગવડે આત્માનો અનુભવ થવાનું માન્યું તેણે
રાગને જ આત્મા માન્યો. અંદરના સૂક્ષ્મ ગુણ–ગુણીભેદના વિકલ્પમાંયે એવી તાકાત
નથી કે તે આત્માનું પ્રત્યક્ષ વેદન કરી શકે. પ્રકાશગુણમાં એવી તાકાત છે કે તે
પરિણમીને સ્વસંવેદનમાં આત્માને પ્રત્યક્ષ કરે. આવા વૈભવવાળા ભગવાન આત્માને
વિકલ્પગમ્ય માન્યો તે તો તેનો અપવાદ કરવા જેવું થયું, જેમ મોટા રાજાને ભીખારી
કહીને કોઈ બોલાવે તો તેમાં રાજાનું અપમાન થાય છે, તેમ જગતમાં સૌથી મોટો આ
ચૈતન્યરાજા, તેને એક તૂચ્છ રાગમાં પ્રાપ્ત થાય એવો માની લેવો તે તેનું અપમાન છે,
મોટો ગુન્હો છે, ને તે ગુન્હાની શિક્ષા સંસારરૂપી જેલ છે. ભાઈ, આ સંસારની જેલમાં
અનંતકાળથી તું પૂરાયેલો છો; હવે આ જેલમાંથી તારે છૂટવું હોય તો ચૈતન્યરાજા જેવો
છે તેવો તું