Atmadharma magazine - Ank 286
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 75

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૨૩ :
ઓળખ. અરે, અનંતગુણના વૈભવથી ભરેલા ચૈતન્યભગવાનને રાગગમ્ય માનવો
તે તો તેને રાગી માનવા જેવું છે. સમ્યગ્દર્શને આખા આત્મદ્રવ્યને સ્વીકાર્યું છે, તેમાં
પ્રકાશશક્તિનો ભેગો સ્વીકાર છે, એટલે રાગ વગર સ્વસંવેદન થાય એવો આત્મા
સમ્યગ્દર્શને સ્વીકાર્યો છે, રાગવાળો આત્મા સમ્યગ્દર્શને સ્વીકાર્યો નથી.
સમ્યગ્દર્શનના આત્મામાં અનંત ગુણનું નિર્મળકાર્ય છે પણ રાગ તેમાં નથી.
અરે જીવ! એકવાર તારા વીર્યબળને સ્વતરફ ઉલ્લસાવીને તારા આવા
સ્વભાવની હા તો પાડ! પુરુષાર્થની તીખી ધારાએ આવા દ્રવ્યસ્વભાવનો અપૂર્વ
પક્ષ કર...તેનો ઉલ્લાસ લાવ. આવા સ્વભાવનો યથાર્થ નિર્ણય કરે તેને સ્વસંવેદન
થયા વગર રહે નહિ. આત્માનું આવું સ્વસંવેદન તે જ ધર્મ છે, તે જ મોક્ષમાર્ગ છે.
રાગનો અનુભવ જીવને અનાદિનો છે, તે કાંઈ ધર્મ નથી. રાગાદિ ભાવોનો
અનુભવ તે તો કર્મચેતના છે, ભગવાન આત્માને અનુભવમાં લેવાની તાકાત
તેનામાં નથી; અંતરમાં વળેલી જ્ઞાનચેતનામાં જ ભગવાન આત્માને અનુભવમાં
લેવાની તાકાત છે.
ભાઈ, તારા અંદરના શુભ વિકલ્પમાંય સ્વસંવેદન કરાવવાની તાકાત નથી,
તો પછી આત્માથી ભિન્ન બહારની વસ્તુમાં સ્વસંવેદન કરાવવાની તાકાત ક્યાંથી
હોય? માટે રાગની–વ્યવહારની ને પરાશ્રયની રુચિ છોડ ત્યારે જ તને પરમાર્થ
આત્મા અનુભવમાં આવશે. નિમિત્તનો ને વ્યવહારનો આશ્રય છોડીને
દ્રવ્યસ્વભાવનો આશ્રય કરે ત્યારે પર્યાયમાં સ્વસંવેદન–પ્રત્યક્ષ પ્રગટે ને ત્યારે
સમ્યગ્દર્શન થાય; અને ત્યારે જ ખરેખર આત્માને માન્યો કહેવાય. આવા અનુભવ
પછી વિકલ્પ વખતે ધર્મીને બહુમાનનો એવો ભાવ આવે કે અહો! તીર્થંકરપ્રભુની
વાણી સાંભળવા મળી હતી, તેમાં આવો જ સ્વભાવ ભગવાન બતાવતા હતા,
સન્તો તે વાણી ઝીલીને આવો સ્વભાવ અનુભવતા હતા. આવા વીતરાગી દેવ–ગુરુ
મારા સ્વસંવેદનમાં નિમિત્ત છે;–એમ ધર્મીને તેમના વિનય અને બહુમાનનો ભાવ
આવે છે. એ રીતે તેને પરમાર્થસહિત વ્યવહારનું ને નિમિત્તનું પણ સાચું જ્ઞાન છે.
અજ્ઞાનીને એકેય જ્ઞાન સાચું નથી.
આત્મા દિવ્ય વસ્તુ છે, અનંતશક્તિનો દિવ્ય વૈભવ એનામાં ભર્યો છે; એની
એકેક શક્તિમાં દિવ્યતા છે. જ્ઞાનમાં એવી દિવ્યતા છે કે કેવળજ્ઞાન આપે; શ્રદ્ધામાં
એવી દિવ્યતા છે કે ક્ષાયિક સમ્યક્ત્વ આપે; આનંદમાં એવી દિવ્યતા છે કે અતીન્દ્રિય
આનંદ આપે; પ્રકાશશક્તિમાં એવી દિવ્ય તાકાત છે કે બીજાની અપેક્ષા વગર